ગૌ માતાએ બે મોઢાવાળા અનોખા વાછરડાને જન્મ આપ્યો… વીડિયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…

ઘણીવાર આપણે લોકોએ જોડીયા બાળકો જોયા હશે, જેનું માથું, હાથ અથવા પગ આ બધું જોઈન્ટ હોય છે. કેટલાક કિસ્સા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે અને ક્યારેક લોકો તેને આસ્થા સાથે પણ જોડી દે છે. આવો જ એક કિસ્સો બિહારમાં થયો છે, બિહારના બેગુસરાય માં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે.

અહીં બે માથા, ચાર આંખો અને બે કાન વાળા વાછરડાને જોઈને લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેને ભગવાનનું સ્વરૂપ માની રહ્યા છે. આ વાછરડાને જોવા લોકોની ભીડ ઉમટી પડી છે, તો ઘણા લોકો માનતા કરવા લાગ્યા છે અને દર્શને આવવા લાગ્યા છે.

આ અનોખા વાછરડાના જન્મના સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયા હતા. ત્યારબાદ તેને જોવા માટે અહીં ભીડ એકઠી થઈ ગઈ હતી. કેટલાક લોકોએ તેને કુદરતનો ચમત્કાર ગણાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ વાછરડો જન્મતા 40 કલાક પછી પણ જીવિત છે,

મળતી માહિતી મુજબ બેગુસરાય જિલ્લાના મંજૌલ સબ ડિવિઝન હેડક્વાટર હેઠળની મંજૌલ પંચાયતના ગારા પોખરમાં રહેતા ખેડૂત મસ્તરામ ઉર્ફે મિથિલેશ સિંહની ગાયને બે માથા, ચાર અને બે કાન સાથે એક અજીબ વાછરડાને જન્મ આપ્યો છે. વાછરડાના જન્મ પછી ખેડૂત અને તેનો આખો પરિવાર તેની સેવા કરી રહ્યો છે,

બે માથા હોવાને કારણે વાછરડું ઊભું પણ નથી થઈ શકતું. પરિણામે તેની માતા વાછરડાને દૂધ પીવડાવી શકતી નથી, હાલ વાછરડાને બોટલ દ્વારા દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ઘરેથી દૂધ લાવીને પીવડાવી રહ્યા છે, કેટલાક લોકો આ વાછરડા પાસે માનતા પણ માગી રહ્યા છે.

પશુપાલક ગુંજન દેવી કહે છે કે, આ તેમના માટે ખુશીની ક્ષણ છે, તેમના ઘરે વાછરડાને જોવા માટે ભીડ લાગી છે. લોકો અહીં પોતાના ઘરેથી લાવેલું દૂધ વાછરડાને પીવડાવી રહ્યા છે. જ્યારે ઘણા લોકો આ અજીબ વાછરડા સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે, વિજ્ઞાનની ભાષામાં ગર્ભના વિકાસ દરમિયાન વધારાના કોષોના વિકાસના કારણે આવા બચ્ચા નો જન્મ થાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *