અનંત અંબાણીના લગ્નમાં મુકેશ અંબાણીના દીકરા સાથે પ્રત્યેનો પ્રેમ જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે
અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન ને લઇ અનેક સમાચારો સામે આવ્યા છે આજે દરેક જગ્યાએ અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શન ની વાતો થઈ રહી છે. જેમને લઈ સોશિયલ મીડિયામાં પણ આ એક ચર્ચાનો વિષય બની ગયો છે આ પ્રી-વેડિંગ ફંક્શન ત્રણ દિવસ જામનગર ખાતે યોજવા જઈ રહ્યો છે તેને કારણે જામનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે જામનગરના દરેક નાના મોટા ગામડામાં આ પ્રિ વેડિંગ ફંકશન આયોજન થયા હતા. જેમાં થોડા દિવસ પહેલા સમગ્ર અંબાણી પરિવારે દરેક નાના મોટા ગામડામાં જે બાળકોને જમણવાર કરાવ્યું હતું તથા ભવ્ય લોકડાયરોનું આયોજન થયું હતું આ ભવ્ય લોક ડાયરા આયોજનમાં લોકસંગીતકાર કિર્તીદાન ગઢવીએ લોક ડાયરાની રમઝટ સમાવી હતી.
જેમાં સમગ્ર અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. અંબાણી પરિવાર આટલા મોટા પદ પર હોવા છતાં પણ પોતાના વતન જામનગર ને ક્યારેય ભૂલ્યો નથી. તેથી જ તેણે અનેક ગ્રામજનવાસીઓ સાથે સમય પણ વિતાવ્યો હતો તથા તેમની સાથે વાતચીત કરી હતી. આ તમામ ગ્રામજનોને પોતાના પ્રી વેડિંગ ફંક્શનમાં આવવા માટે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. આ પ્રી વેડિંગ ફંક્શનમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અંબાણી પરિવારના ચાહકોએ લાઈક અને કોમેન્ટ દ્વારા પ્રેમ દર્શાવ્યો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ચાલી રહેલા પ્રી-વેડિંગ ફેસ્ટિવલની અંબાણી પરિવારની ક્ષણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રવિવારે જામનગરમાં ઉજવણીનો ત્રીજો દિવસ ઉજવાશે.
શનિવારની એક તસવીરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલના વડા તેમની પુત્રી ઈશા અંબાણી સાથે મીઠી ક્ષણો માણતા જોવા મળ્યા હતા.
બીજી હૃદયસ્પર્શી ક્ષણ એ હતી જ્યારે મુકેશ અંબાણી અને તેમની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી ઈશાની પુત્રી આદિયા શક્તિ સાથે રમતા જોવા મળ્યા હતા.
વરરાજા અને તેમના ભાઈ અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જામનગરમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સહિતના મહેમાનો સાથે વાતચીત કરી ત્યારે હળવા પળો માણતા જોવા મળ્યા હતા.