મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતા પણ વધારે મોંઘી કિંમત ધરાવે છે વડોદરાનો આ રાજાશાહી મહેલ, વિશેષતા અને કિંમત જાણી તમે હેરાન રહી જશો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે દુનિયાના સૌથી મોંઘા ઘર માં ઇંગ્લેન્ડના બંકિધમ પેલેસ અને મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરનો પણ સમાવેશ થાય છે પરંતુ વડોદરામાં આવેલા ઘર સામે દુનિયાના સૌથી મોંઘા ઘરની પણ તુલના ન થઈ શકે. વડોદરામાં આવેલા આ મહેલને વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં સામેલ કરવામાં આવ્યો છે જેની સામે ભારતની કોઈપણ કીમતી ચીજ કરતા પણ સૌથી વધારે કિંમત આ મહેલ ધરાવે છે. અત્યાર સુધી આપ સૌને એવું લાગતું હશે કે ભારતમાં સૌથી મોંઘુ ઘર મુકેશ અંબાણી નું એન્ટીલ્યા હશે પરંતુ વડોદરામાં આવેલો આ મહેલ માત્ર ભારત દેશની નહીં પરંતુ વિશ્વમાં આવેલી તમામ ઇમારતને પણ ટક્કર આપે છે.

આ મહેલમાં સુવિધા ની કોઈપણ કમી નથી. 170 રૂમ સાથે અગણિત ગાર્ડન આવેલા છે જાણે કુદરતી સૌંદર્ય ચારે કોર ખીલી ઉઠી હોય તેવું દ્રશ્ય મહેલની આસપાસ સર્જન કરવામાં આવ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ મહેલમાં અનેક ફિલ્મોના શૂટિંગ પણ કરવામાં આવ્યા છે તેથી આ મહેલ દરેક લોકોની વચ્ચે આકર્ષણ અને સુંદરતાનું કેન્દ્ર બની ગયું છે. પરંતુ આપને થતું હશે કે આ મહેલમાં કોણ રહે છે આપને જણાવી દઈએ કે આ મહેલમાં વડોદરાના રાજવી પરિવાર રહે છે કે જેનું નામ લક્ષ્મી નિવાસ રાખવામાં આવ્યું છે. આ પેલેસ વિશ્વના સૌથી મોટા પેલેસમાં સમાવેશ થાય છે. સાથે જ પેલેસ 100 200 નહીં પરંતુ 700 એકરમાં સમાયેલું છે. આ લક્ષ્મી વિલાસ પેલેસ ૩,૦૪,૯૨૦૦૦ ચોરસ ફુટમાં ફેલાયેલો છે.

ભારત દેશના શ્રેષ્ઠ રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ મહેલનું નિર્માણ 1880 માં કરાવ્યું હતું. એ વખતે આ પેલેસ ની કિંમત બ્રિટેન પાઉન્ડ પ્રમાણે 18000 ગ્રેટ બ્રિટન પાઉન્ડ હતી જેને ભારતીય કિંમત પ્રમાણે જોઈએ તો 19,6,950 રૂપિયા હતી. પરંતુ સમય જતા આજે આ લક્ષ્મી નિવાસ દુનિયાની સૌથી મોંઘી ઈમારત બની ચૂકી છે. હાલમાં લક્ષ્મી નિવાસના વર્તમાન માલિક એચ આર એચ સમરજીતસિંહ ગાયકવાડ છે. આ પદ તેમને 2012માં પોતાના પિતા રણજીતસિંહના અવસાન બાદ સંભાળ્યું હતું અને લક્ષ્મી નિવાસના માલિક બન્યા હતા. વર્ષ 2002માં વાંકાનેર રાજ્યના રાજવી પરિવાર રાધિકા સાથે લગ્ન કર્યા હતા અને તેઓ પત્રકાર તરીકે દેશની સેવા કરી રહ્યા હતા.

આ લક્ષ્મી નિવાસમાં તમામ સુવિધાઓ સમાયેલી છે જેની હાલમાં કિંમત 24,000 કરોડ રૂપિયા છે. આ મહેલમાં સ્વિમિંગ પુલ ગાર્ડન 170 રૂમ મહેમાનો માટે રૂમની વ્યવસ્થા જેવી તમામ સુવિધાઓ કરવામાં આવી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ 1986 માં બનેલી પહેલી મર્સિડીઝ કાર ખરીદી હતી જે આજે પણ આ મહેલમાં જોવા મળે છે. આ સાથે રાજવી પરિવાર પાસે 1934 ની rolls-royce, 1948 ની બેન્ટલી, 1937 ની rolls-royce ફેન્ટમ, માત્ર એટલું જ નહીં પરંતુ રાજવી પરિવાર પાસે ગુજરાત, હરિયાણા, બનારસ જેવા રાજ્યોમાં આવેલા કુલ ૧૭ મંદિરોના ટ્રસ્ટના નિયંત્રણ પણ છે. આ પરિવારની કુલ સંપત્તિ 20,000 કરોડ કરતાં પણ વધારે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *