વાહ વાહ!! મુકેશ અંબાણીએ પેરિસમાં બનાવ્યું ખૂબ જ શાનદાર અને ભવ્ય ઇન્ડિયા હાઉસ, પરંપરાગત રીતે દીવડાઓ પ્રગટાવી કર્યું ઉદ્ઘાટન જુઓ તસવીરો

પેરીસ ઓલમ્પિક 2024 માં ભારતના તમામ ખેલાડીઓ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે આ સાથે જ ઓલમ્પિક 2024 ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ બાદ વધુ એક ખુશીના સમાચાર પેરિસની ધરતીમાંથી સામે આવ્યા હતા જેમાં પેરિસમાં ભારતનું પ્રથમ કન્ટ્રી હાઉસ એટલે કે ઇન્ડિયા હાઉસ નું ઉદઘાટન થયું હતું.જેમાં રિલાયન્સ કંપનીના ચેરમેન અને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ ભારતીય પરંપરાગત રીતે ચારે તરફ દીવડા પ્રગટાવી ઇન્ડિયા હાઉસની શરૂઆત કરી હતી.

આ ઉદ્ઘાટનને ખાસ અને વિશિષ્ટ બનાવવા માટે દેશ-વિદેશના બિઝનેસમેન રાજનેતાઓ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોનું ભારતીય પરંપરાગત અને રીત રિવાજ મુજબ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહેમાનોએ પણ તમામ વિજેતા ખેલાડીઓને શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પણ પાઠવ્યા હતા તથા ભારતીય ભવિષ્યના સપનાને સાકાર કરવા માટે પોતાની તૈયારીઓ પણ દર્શાવી હતી આ સાથે જ આમંત્રિત મહેમાનો સાથે નીતા અંબાણીએ દેવા શ્રી ગણેશા પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો સાથે સાથે ભારતીય નૃત્યની પણ ઝલક જોવા મળી હતી.

આ ખાસ પ્રસંગે નીતા અંબાણીએ પોતાનો ભાવ રજૂ કરતા કહ્યું કે ઇન્ડિયા હાઉસ ભારતની ઓલમ્પિક આકાંક્ષાઓનું પ્રતીક છે. આપણે એવી આશા અને સ્વપ્ન રાખીએ છીએ કે આપણા એન્થાલિટો માટે પોતાના ઘરથી એક દૂર નવું ઘર બની જાય. ઇન્ડિયા હાઉસ અંત નથી પરંતુ સમગ્ર ભારત દેશ માટે પોતાના સ્વપ્ન અને સાકાર કરવાની એક નવી શરૂઆત છે જેમાં આપણે સૌ લોકો આજે ભાગીદાર બન્યા છીએ. ઇન્ડિયા હાઉસના ઉદ્ઘાટનના આ પ્રસંગને વધુ સંગીતમય બનાવવા માટે બોલીવુડ ગાયક શાન ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સુર સાંભળે તમામ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

મુંબઈના દૃષ્ટિહીન બાળકોએ મલ્લખંભની શાનદાર પ્રસ્તુતિ આપી. આપને જણાવી દઈએ કે ઇન્ડિયા હાઉસ પેરિસમાં 27 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે. આ માત્ર ઇન્ડિયન હાઉસ નું ઉદઘાટન નહીં પરંતુ પેરીસ ની વિદેશ ધરતીમાં તમામ લોકો માટે ગૌરવંતી ક્ષણ પણ બની હતી. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો તેઓ દેશ સેવાના કોઈપણ કાર્યમાં અતૂટ નિષ્ઠા ધરાવે છે તથા પોતાના વતન ના કોઈપણ કાર્ય માટે હંમેશા તત્પર રહી તેમના સેવા કાર્યમાં પોતાનો અગ્રિમ ફાળો આપતા હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *