મુકેશ અંબાણીએ પોતાના દીકરા અનંત ના લગ્નમાં મહેમાનોને આપી સોના ચાંદીની કિંમતી ઘડિયાળ કિંમત જાણી તમારા હોંશ ઉડી જશે

આપણે સૌ લોકો જાણીએ છીએ કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર મહેમાનોને ખૂબ જ માન સન્માન અને તેમના પ્રત્યે પ્રેમ દર્શાવે છે તેમના દરેક પારિવારિક સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં મહિમાનો માટે ખૂબ જ ભવ્ય સ્વાગત સન્માનની વ્યવસ્થા રાખવામાં આવે છે. આ વચ્ચે જ્યારે 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનના બંધાયા ત્યારબાદ અંબાણી પરિવાર તરફથી લાખો કરોડોની કીમતી ભેટ નો વરસાદ મહેમાનો માટે કરવામાં આવ્યો હતો.

આ સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા અને લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયા છે. આમ તો અંબાણી પરિવાર દર વખતે પોતાના દરેક કાર્યક્રમમાં મહેમાનો માટે અલગ અલગ ભેટ અથવા મોંઘી કિંમતની વસ્તુઓ આપતો હોય છે આ પહેલા પણ કંકોત્રીના માધ્યમથી દરેક આમંત્રિત મહિમાનો માટે અલગ અલગ ભેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ વખતે મહેમાનો માટે અંબાણી પરિવાર તરફથી Audemars Piguet કંપનીની Royal Oak Perpetual Calendar ઘડિયાળ ભેટમાં આપવામાં આવી હતી. હવે તમને એમ થશે કે માત્ર એક ઘડિયાળ થી શું નવાઈની વાત છે પરંતુ આ ઘડિયાળ કોઈ સામાન્ય નહીં પરંતુ તેની કિંમત કરોડો રૂપિયામાં બતાવવામાં આવી રહી છે. સમગ્ર દુનિયામાં ઘડિયાળ ના 25 એડિશન માંથી આ એક ઘડિયાળ પસંદ કરવામાં આવી છે. હવે આ ઘડિયાળ ની કિંમતની વાત કરવામાં આવે તો તેની કિંમત બે કરોડ આઠ લાખ 79,000 બતાવવામાં આવી રહી છે.

આ ઘડિયાળમાં તમામ પ્રકારની વિશેષતા સાથે સુવિધા આપવામાં આવી છે આ ઘડિયાળ 18 કેરેટ ગુલાબી સોનામાં બનેલી છે અને તેમાં ગુલાબી રંગનું ડાયલ છે. આ ઘડિયાળ કેલണ്ടર ફંક્શન સાથે પણ આવે છે.એક વાયરલ વિડિયોમાં શાહરૂખ ખાન, મીઝાન અને અન્ય વરરાજા ભવ્ય ઘડિયાળો બતાવતા જોવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અનંત અંબાણીએ ભેટમાં આપેલી ઘડિયાળમાં 41 mm 18K પિંક ગોલ્ડ કેસ, 9.5 mm જાડા, નીલમ ક્રિસ્ટલ બેક અને સ્ક્રુ-લૉક તાજ સાથે છે. તે ગ્રાન્ડે ટેપીસેરી પેટર્ન, બ્લુ કાઉન્ટર્સ, પિંક ગોલ્ડ અવર માર્કર્સ અને રોયલ ઓક હેન્ડ્સ લ્યુમિનેસન્ટ કોટિંગ સાથે ગુલાબી ગોલ્ડ-ટોન ડાયલ દર્શાવે છે. વીડિયો મુજબ આ ઘડિયાળ રણવીર સિંહ, શિખર પહારિયા અને વીર પહરિયા જેવા તમામ દિગ્ગજ સેલિબ્રિટીને આપવામાં આવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *