મુકેશ અંબાણીએ વિદેશી મહેમાનો ને આપી દુનિયાની સૌથી મોંઘી રિટર્ન ગિફ્ટ તેની કિંમત જાણી તમારા પણ હોશ ઉડી જશે

આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન એક થી ત્રણ માર્ચ જામનગર ખાતે યોજાયા હતા. જેમાં અંબાણી પરિવાર દ્વારા અનેક દેશ-વિદેશથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ આમંત્રણ ને માન આપી અનેક મહેમાનો આ ફંકશનમાં પધાર્યા હતા. અંબાણી પરિવાર એ સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમની સાથે સાથે ત્રણ માર્ચના રોજ પ્રી-વેડિંગ ફંક્શનનું છેલ્લો દિવસ હોવાથી અંબાણી પરિવાર એ તમામ આમંત્રિત મહેમાનોને આભાર વિધિ સાથે સાથે અનેક ભેટ તથા રિટર્ન ગિફ્ટ પણ આપ્યા હતા.

આ ત્રીજા દિવસના પ્રી-વેડિંગ ફંક્શનમાં ડિનર લંચ ડીજે નાઇટ પાર્ટી તથા સ્ટેજ પરફોર્મન્સ અને મેજિક ડ્રોન સોના આયોજન પણ કરવામાં આવ્યા હતા. તેમાં બોલીવુડ હોલીવુડ અને ક્રિકેટના અનેક સીતારાઓ હાજર રહ્યા હતા તથા સૌ લોકોએ ડાન્સની સાથે સાથે રાસ ગરબા નો પણ આનંદ માણ્યો હતો. તમામ આમંત્રિત મહેમાનો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તેનાથી પ્રભાવિત પણ થયા હતા.

આ સ્ટેજ પરફોર્મન્સ તથા રાસ ગરબામાં શાહરુખ ખાન અક્ષય કુમાર આમીરખાન માર્ગ ઝુકરબર બિલ ગેટ રાણી મુખર્જી રણબીર આલિયા ભટ્ટ સંજયદત્ત અનિલ કપૂર સહિતના તમામ ઇન્ડસ્ટ્રીના લોકો હાજર રહ્યા હતા તથા આ કાર્યક્રમની રોનક વધારી હતી ત્યારે સૌ લોકોને મુકેશ અંબાણીએ ખુશ થઈ એક રિટર્ન ગિફ્ટ આપી હતી જેમાં ભવ્ય ફંક્શન યોજવામાં આવ્યું હતું. આ રિટર્ન ગિફ્ટ ની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. અંબાણી પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલો વન તારા કાર્યક્રમ નિમિત્તે તમામ લોકોને વન તારા થીમ બેસ પર ગિફ્ટ આપવામાં આવી હતી.

તમામ મહેમાનોની બેગ રિટર્ન ગિફ્ટ થી ભરાઈ ગઈ હતી તમામ મહેમાનોને અંબાણી પરિવાર દ્વારા વિદાય આપવામાં આવી હતી ત્યારે તમામ સેલિબ્રિટી ને જોવા માટે જામનગર એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તમામ લોકોને સુરક્ષિત રીતે જામનગર એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તેમની સાથે સાથે આ રિટર્ન ગિફ્ટ માં મહેમાનોને સિંહનું પેન્ટ તેમજ બેગ આપેલી હતી તેમાં બે પેનના બોક્સ તથા વન તારા ડિઝાઇન વાળા કાગળમાં રેપરમાં ચોકલેટ અને કેલેન્ડરની પણ ભેટ આપવામાં આવી હતી.

જેથી કરીને સૌ લોકો વન તારા મિશનથી જાગૃત થઈ શકે તથા તેની વિશે માહિતી મેળવી શકે વન તારા મિશનના ગરીબોના મસિહા તરીકે જાણીતા ખજૂર ભાઈએ પણ ખૂબ જ વખાણ કર્યા હતા. પ્રી-વેડિંગના ત્રણ દિવસ તમામ સેલિબ્રિટી એ ખૂબ જ આનંદ માણ્યો હતો તથા દરેક ફંક્શનની મજા માણી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *