અંબાણી પરિવારના ફંકશનમાં તમામ વિદેશી મહેમાનો ને મુકેશ અંબાણી એ જુમાવ્યા ગરબાના તાલે જુઓ ગરબાની સુંદર તસવીરો
આજે સમગ્ર દેશભરમાં અંબાણીના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન થઈ રહ્યા છે. આ પ્રિ વેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજાઇ રહ્યા છે તેમાં અનેક દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. આ તમામ મહેમાનોનું સ્વાગત અંબાણી પરિવાર એ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું હતું. આ તમામ લોકો જામનગરવાસીઓ તથા અંબાણી પરિવારનો પ્રેમ જોઈએ ખુશ થયા હતા તથા તેમના વખાણ કર્યા હતા. આ પ્રી-વેડિંગ ફંક્શનમાં ડિનરથી માંડી ડાન્સ જેવા કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રિ વેડિંગ ફંકશનમાં બોલીવુડ થી માંડી ક્રિકેટની અનેક સેલિબ્રિટીઓ જોવા મળી હતી. પ્રિ વેડિંગ ફંક્શનની રાત્રીએ ભારતીય ટીમના પૂર્વક કરતા મહેન્દ્રસિંહ ધોની તથા વેસ્ટ ઈન્ડિઝ ટીમના ઓલ રાઉન્ડર ડીજે બ્રાવો અંબાણી પરિવાર સાથે ગરબા ની મોજ માણી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી તેની સાથે સાથે બોલીવુડ તથા હોલીવુડ સાથે જોડાયેલી અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ પણ ગરબાની રમઝટ જમાવી હતી.
તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ અનેક લોકોએ કોમેન્ટ કરી હતી એક વ્યક્તિ કોમેન્ટ કરતા જણાવે છે કે વિદેશીઓને પણ ગરબે ગુમાવે તે જ સાચો ગુજરાતી ખરેખર આપણી સંસ્કૃતિ વિદેશોમાં ફેલાઈ રહી છે તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે અંબાણી પરિવાર અશક્ય વાતને શક્ય કરી બતાવી છે ત્યારબાદ મુકેશ અંબાણી અને તેના દીકરા અનંત અંબાણી તમામ લોકોનો આભાર વ્યક્ત કરે છે. તેમની સાથે સાથે વિદેશી લોકોએ પણ ગરબાની આ સંસ્કૃતિના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તેના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે સાથે બિલ ગેટ્સ રણબીર કપૂર માર્ગ આ તમામ વિશ્વના ટોપ બિઝનેસમેનએ ગરબાને જોયા હતા તથા તેની વિશે જ્ઞાન મેળવ્યું હતું.
Dhoni, Sakshi, Bravo playing Dandiya at the Pre-Wedding of Anant Ambani. 👌
— Johns. (@CricCrazyJohns) March 3, 2024
– A beautiful video…..!!!pic.twitter.com/dDUY3nppIb
મુકેશ અંબાણી આ તમામ લોકોને ગરબા વિશે સમજાવતા પણ જોવા મળ્યા હતા. આ ત્રણ દિવસના પ્રિ વેડિંગ ફંક્શન માં અનેક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે સમગ્ર જામનગર ને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે જાણે કોઈ દેશમાં તહેવાર હોય તેવું વાતાવરણ અંબાણી પરિવાર દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. પ્રી વેડિંગના પહેલા દિવસે એટલે કે એક માર્ચના રોજ વિદેશી સિંગર રિહાનાએ પર્ફોર્મન્સ આપી સૌને મોહિત કરી દીધા હતા ત્યારબાદ રીહાના એ પણ ભારતીય સંસ્કૃતિ તથા તેના રીત રિવાજોના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મને આ દેશ ખૂબ જ ગમ્યો છે હું જરૂર થી પાછી આવીશ તેવું કહી
આ ફંકશન માંથી વિદાય લીધી હતી ભારતીય પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની તથા ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ ના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 1 માર્ચના રોજ પોતાની પત્ની સાક્ષી સાથે જામનગર આવી પહોંચ્યા હતા ત્યારબાદ ડિનર અને ડાન્સ પાર્ટીનો પણ આનંદ માણ્યો હતો તેની સાથે સાથે તેની પત્ની સાથે ગરબા અને દાંડિયા ની પણ મોજ માણી હતી.
મહેન્દ્રસિંહ ધોની ની સાથે સાથે ડીજે બ્રાવો એ પણ ગરબા અને દાંડિયા ની મોજ માણી હતી. મુકેશ અંબાણી તથા મહેન્દ્રસિંહ ધોની ડીજે બ્રાવોને ગરબા શીખવાડતા નજરે પડે છે ડીજે બ્રાવો પણ પીળા કુર્તામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો હતો.