| |

કરોડોના મલિક હોવા છતાં જરાક પણ ઘમંડ નહીં… આને કહેવાય અસલી ગુજરાતી । મુકેશ અંબાણીએ જય શ્રી કૃષ્ણ કહીને પોતાના હાથેથી બાળકોને પીરસ્યું ભોજન – જુઓ વિડીયો

હવે ટૂંક જ સમયમાં અંબાણી પરિવારના ઘરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ કપલના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર શહેરમાં થવા જઈ રહ્યા છે.

જોકે અંબાણી પરિવારને જામનગર સાથે ખૂબ જ જૂનો સંબંધ છે. તેથી તેના દીકરાનું પ્રિ વેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવામાં આવ્યું છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર આટલા મોટા પદ પર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી તે હંમેશા દરેક લોકો સાથે હળીમળીને રહે છે.

તેથી જ આજે અંબાણી પરિવાર લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસે આવેલા જોગવડ ગામડામાં મુકેશ અંબાણી અનંત અંબાણી તથા તેના સમગ્ર પરિવાર સાથે ગામડાના લોકોને જમણવાર કરાવ્યો હતો.

આ જમણવારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અંબાણી પરિવારમાં થનારી વહુ પણ ખૂબ જ સંસ્કારી છે. તેથી તેણે પણ આ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો હતો. અંબાણી પરિવારના તમામ સભ્યો જમણવારની સેવામાં જોડાયા હતા. આ સાથે 51,000 કરતાં પણ વધારે લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

જમણવાર પાછળનો મુખ્ય ઉદ્દેશ અન્ન સેવાનું મહાન કાર્ય કરી વડીલોના આશીર્વાદ લેવાનું હતું. જમણવાર પૂર્ણ થયા બાદ અંબાણી પરિવારના તમામ સભ્યોએ ગામના વડીલોના આશીર્વાદ લીધા હતા.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં લોકસંગીતનો ડંકો વગાડનાર કિર્તીદાન ગઢવીએ લોકસંગીતની મોજ કરાવી હતી. આ લગ્ન તથા પ્રિ વેડિંગ ફંક્શનમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દેશ વિદેશથી આવી શકે છે.

તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે આ સાથે જ બિઝનેસમેન મુકેશ અંબાણીએ ભજીયા તથા અન્ય ચીજ વસ્તુઓનો આનંદ માણ્યો હતો. સમગ્ર અંબાણી પરિવાર ગામડાના વાતાવરણમાં સરળ અંદાજમાં જોવા મળ્યા હતા.

આજ તેમની સફળતાનું મુખ્ય રહસ્ય છે આટલી મોટી વ્યક્તિ હોવા છતાં પણ પોતાની સાદગી ને ક્યારેય ભૂલતા નથી. આ સાથે જ અન્ય ગામડાઓમાં પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની ઉજવણી થઈ રહી છે.

અંબાણી પરિવારે માત્ર એક ગામડા પૂરતું જ નહીં પરંતુ જામનગરના તમામ નાના-મોટા ગામડાઓમાં આવા સેવાના કાર્યો કર્યા હતા આ સાથે જ તેમણે ગામના વડીલોના આશીર્વાદ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *