IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ની જીત માટે હાર્દિક પંડ્યા ના પરિવાર સાથે અન્ય ખેલાડીઓ પણ પહોંચ્યા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર માથે તિલક લગાવી પૂજા પાઠનો લીધો લાભ મુંબઇ ઇન્ડિયન્સના ચાહકોએ કહ્યું કે…
આપ સૌ લોકો જાણો છો કે મુંબઈ ઈન્ડિયન્સ ની ટીમે ipl 2024માં ફરીવાર પોતાની જીતની ગાડી શરૂ કરી દીધી છે ત્રણ હાર બાદ મુંબઈ ઇન્ડિયન એ પોતાની પ્રથમ જીત હાર્દિક પંડ્યા ની કેપ્ટનસી હેઠળ નોંધાવી હતી. આ જીત બાદ મુંબઇ ઇન્ડિયન્સના ચાહકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા તથા તેની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ આ જીત પહેલા હાર્દિક પંડ્યા ગુજરાતમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
ઘણા ચાહકોએ કહ્યું કે આ જ કારણથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પોતાના ખરાબ સમયમાંથી સારા સમયમાં ફરીવાર ખેલના મેદાનમાં પાછી આવી છે. આજે પાછળ કોઈ કુદરતની શક્તિ જ કામ કરે છે આ જ કારણથી મુંબઈ ઇન્ડિયન્સની જીત બાદ હાર્દિક પંડ્યા ફરીવાર પોતાના સમગ્ર પરિવાર સાથે હરે કૃષ્ણ હરે રામની ધૂન કરાવતા જોવા મળ્યા હતા. તેની અનેક વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ હાર્દિક પંડ્યાના ચાહકોએ આવનારી મેચમાં જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
આવનારા સમયમાં હવે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટકરાવા જઈ રહી છે ત્યારે હાર્દિક પંડ્યા નો સમગ્ર પરિવાર તથા મુંબઇ ઇન્ડિયન્સના અનેક ખેલાડીઓ મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર ગણપતિદાદાને દર્શન કરવા માટે પહોંચ્યા હતા જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે હાર્દિક પંડ્યા નો સમગ્ર પરિવાર તથા મુંબઇ ઇન્ડિયન્સના ટીમના ખેલાડીઓ સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં જોવા મળ્યા હતા તથા તેને માથે તિલક પણ લગાવ્યું છે. તેમાં પિયુષ ચાવલા ઈશાન કિશન તથા હાર્દિક પંડ્યા નો સમગ્ર પરિવારનો સમાવેશ થાય છે.
સિદ્ધિવિનાયક મંદિરે મુંબઈમાં આવેલ પ્રસિદ્ધ મંદિર છે તેથી જ પોતાની આગામી જીતની પ્રાર્થના માટે હાર્દિક પંડ્યા નો પરિવાર ગણપતિ દાદા ના આશીર્વાદ લેવા માટે પહોંચ્યો હતો. તમામ ચાહકોએ આગામી જીત માટે પોસ્ટમાં લાઈક અને કોમેન્ટ કરી અભિનંદન પાઠવ્યા હતા. સિદ્ધિવિનાયક મંદિરમાં મુંબઇ ઇન્ડિયન્સના તમામ ખેલાડીઓ એ પૂજા નો પણ લાભ લીધો હતો. હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ કેવું પર્ફોમન્સ કરી પોઇન્ટ ટેબલમાં આગળ વધી શકે છે.