મુંબઇ ઇન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા પહોંચ્યા સોમનાથ મહાદેવ મંદિર ધ્વજા આરોહણ તથા અભિષેક નો લીધો લાભ સોમનાથ મંદિરમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ વિશે કહ્યું કે…
આપણે સૌ લોકો જાણીએ છીએ કે હાલમાં આઇપીએલ સીઝન 2024 શરૂ થઈ ચૂકી છે તેમાં દરેક ટીમ ફાઇનલ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે તેની માટે દરેક ટીના ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન ટીમ આ વખતે પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.
તેમાં પણ ipl 2024 માં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા ની જગ્યાએ હાર્દિક પંડ્યા ની નિમણૂક કરવામાં આવી છે પરંતુ કેપ્ટન સી બદલાવાની સાથે મુંબઈ ઇન્ડિયન ટીમનું નસીબ પણ ખરાબ થઈ ગયું છે. મુંબઇ ઇન્ડિયન્સ ipl 2024 ની પોતાની પ્રથમ ત્રણ મેચ હારી ચૂકી છે તેવામાં મુંબઇ ઇન્ડિયન્સના ચાહકો હાર્દિક પંડ્યા ની કેપ્ટસી ને હારવાનું કારણ બતાવી રહ્યા છે.

આ તમામ કારણો વચ્ચે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ગુજરાતમાં આવેલ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા નું સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાર્દિક પંડ્યા એ મહાદેવના દર્શન કરી મહાપુજાનો લાભ લીધો ત્યારબાદ શિવલિંગ પર અભિષેક કરી સોમનાથ મહાદેવ ના મંદિર પર ધજા રોહન પણ કર્યું હતું. હાલમાં મુંબઇ ઇન્ડિયન્સના ચાહકો પોતાની પ્રથમ જીત શોધી રહ્યા છે તેવામાં હાર્દિક પંડ્યા એ મહાદેવના શરણોમાં માથું ઝુંકાવી પોતાની જીત માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

હાર્દિક પંડ્યા જોકે સારા ખેલાડી હોવા છતાં પણ આ વખતે ipl 2024 માં પોતાનું પ્રદર્શન બતાવી શક્યા નથી તેની સાથે સાથે ટીમમાંથી પણ કોઈ ખેલાડી સારું પર્ફોર્મ જ કરી શક્યો નથી તેથી જ દરેક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ચિંતા સતત વધી રહી છે તેની સાથે સાથે કેપ્ટન સી પર અનેક સવાલ ઊભા થયા છે તેવામાં હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં મુંબઇ ઇન્ડિયન્સ પોતાનું કેવું પર્ફોર્મન્સ કરી શકે છે દરેક ચાહકો મુંબઈ ઇન્ડિયન્સ ને પોતાના જુના અંદાજમાં જોવા માંગે છે તેથી જ દરેક ખેલાડી હવે આવનારી મેચમાં પોતાનું સારું પર્ફોર્મન્સ કરવા માટે તૈયાર છે.
મુંબઇ ઇન્ડિયન્સની જીત માટે હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવ દાદાના દર્શન માટે પહોંચ્યા હતા જ્યાં તેમને જળ અભિષેક કરી સોમનાથ દાદાના મંદિર પર ધજા ચડાવી હતી આ બાદ તેણે સોમનાથ મહાદેવના પુજારી ના ચરણસ્પર્શ કર્યા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટીગણ સાથે જોડાયેલા અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે પણ મુલાકાત કરી તેનો આભાર વ્યક્ત કર્યો હતો.

સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજય ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી તેમનું સ્વાગત કર્યું હતું હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવ મંદિરમાં બ્લુ કુર્તામાં જોવા મળ્યા હતા તથા તેની માથે તિલક પણ લગાવ્યું હતું આ સાથે જ તેઓએ ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. હાર્દિક પંડ્યા ની સોમનાથ મહાદેવ સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા તથા મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ એ મુંબઇ ઇન્ડિયન્સની જીત માટેની પણ કોમેન્ટ દ્વારા પ્રાર્થના કરી હતી.
આ સાથે સાથે ઘણા ચાહકોએ એવું પણ લખ્યું હતું કે હવે મુંબઈ ઈન્ડિયન્સની જીત પાક્કી છે કારણ કે જેની સાથે મહાદેવના આશીર્વાદ હોય તેને કોઈ હરાવી શકતો નથી આમ જોતા હવે લાગી રહ્યું છે કે આગળના સમયમાં હવે મુંબઈ ઇન્ડિયન્સ સારું પ્રદર્શન કરી શકે છે. હાલમાં તો હાર્દિક પંડ્યાની સોમનાથ મહાદેવ સાથેની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી જેમાં અનેક લોકોએ લાઈક તથા કોમેન્ટ કરી હતી.
#WATCH | Gujarat: Indian Cricket Team all-rounder Hardik Pandya offers prayers at Somnath Temple.
— ANI (@ANI) April 5, 2024
Source: Somnath Temple Trust pic.twitter.com/F8n05Q1LSA