સતત ત્રણ મેચ હાર્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ જામનગર પહોંચી મીની વેકેશન ની મજા માણી જુઓ સુંદર તસવીરો
હાલમાં ચાલી રહેલી ipl 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખુબ ખરાબ પ્રદર્શન કરી રહી છે જોકે દર વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રોહિત શર્મા ની હેઠળ રમે છે પરંતુ આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ ના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા બની ચૂક્યા છે પરંતુ નવી કેપ્ટન આવતાની સાથે જ મુંબઈ ઇન્ડિયન સતત હારી રહી છે. પરંતુ ફરીવાર જીતનો દોર શરૂ કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સની સમગ્ર ટીમ પોતાની ચોથી મેચ પહેલા ફ્રેશ થવા માટે મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પોતાના પત્ની તથા બાળકો સાથે ટાઇમ વિતાવી રહ્યા છે. પોતાનો વેકેશન નો ટાઈમ પસાર કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સ ની ટીમે જામનગર શહેર પસંદ કર્યું હતું જો કે જામનગર શહેર એ ફરવા લાયક સ્થળમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે.

રોહિત શર્માએ જામનગર સાથેની અનેક તસવીરો શેર કરી હતી જેમાં જોવા મળી રહ્યું છે કે તે તેના પત્ની અને બાળકો સાથે એન્જોય કરી રહ્યો છે. પ્રથમ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રોહિત રિતિકા અને તેની દીકરી ત્રણેય લોકો એકબીજાનો હાથ પકડી ચાલતા જોવા મળે છે જ્યારે બીજી તસવીરમાં જેટ સ્કિંગ ની મજા માણી હતી ચાહકોને આ તસ્વીર ખૂબ જ પસંદ આવી હતી. આ સાથે સાથે વેકેશનનો આનંદ માણવા માટે મુંબઇ ઇન્ડિયન્સની સમગ્ર ટીમ જોવા મળી હતી.

સતત હારનો સામનો કરી રહેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ફરીવાર જીત માટે સતત પ્રયાસો કરી રહી છે ત્યારે મુકાબલામાં પાછા આવવા માટે મુંબઈ ઇન્ડિયન્સ જામનગર ખાતે વેકેશન નો સમય પસાર કરી રહી છે. મુંબઇ ઇન્ડિયન્સ હવે ફરીવાર 7 એપ્રિલના રોજ મેદાનમાં જોવા મળશે તેવામાં દરેક ચાહકોને મુંબઇ ઇન્ડિયન્સની પહેલી જીતનો ઇન્તજાર છે. મુંબઇ ઇન્ડિયન્સના અનેક ખેલાડીઓએ વેકેશનનો જામનગર ખાતે ખૂબ આનંદ માણ્યો હતો. અન્ય ખેલાડીઓએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ તસવીરો શેર કરી હતી જેમાં તેના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી તેની સાથે સાથે આગામી મેચમાં જીતવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.

જોકે મુંબઈ ઇન્ડિયન્સ ના ચાહકો હંમેશા તેની ટીમને ખૂબ જ પ્રેમ કરે છે સતત હાર બાદ પણ મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો સ્ટેડિયમમાં તેને સપોર્ટ કરતાં જોવા મળે છે આ જ કારણે મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓનો આત્મવિશ્વાસ અનોખા અંદાજમાં જોવા મળે છે. સતત હાર્યા બાદ પણ તેના ચાહકોનો સપોર્ટ ઓછો થયો નથી તેથી જ મુંબઇ ઇન્ડિયન્સ તેના ચાહકોને લીધે પાંચ ટ્રોફી જીતવામાં સફળ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં આ વેકેશન બાદ મુંબઇ ઇન્ડિયન્સ હારને જીતમાં ફેરવી કેટલું સારું પર્ફોમન્સ કરી શકે છે. હાલમાં તો મુંબઈના તમામ ચાહકોને પહેલી જીત ની ઉમ્મીદ છે.
