ગુજરાતના આ ગામમાં રહેતા મુસ્લિમ પરિવારે કર્યા હિન્દુ રીત રિવાજ થી લગ્ન, જાણો શું છે આ લગ્ન પાછળ નું કારણ
સમગ્ર વિશ્વમાંથી ભારત દેશમાં તમામ ધર્મના લોકો એકબીજા સાથે મળીને રહે છે આથી જ ભારતને વિવિધતામાં એકતા વાળો દેશ માનવામાં આવે છે. ભારત દેશમાં સૌથી વધારે હિન્દુ લોકો રહે છે ત્યારબાદ મુસ્લિમ ની સંખ્યા બીજા નંબરે આવે છે. ત્યારે તાજેતરમાં એક એવા લગ્ન કરવામાં આવ્યા જ્યાં હિંદુ મુસ્લિમની એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું હતું. આવા લગ્ન કદાચ તમે ભાગ્યે જ જોયા હશે. પરંતુ આ લગ્ન પોતાની સાથે જ ઉપસ્થિત લોકો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા તથા આ લગ્નની વાતો ચારેકોર ચર્ચાનો વિષય બની હતી.
આ ગામનું નામ ભાદરવા છે જે સાવલી તાલુકામાં આવેલું છે.જેમાં એક મુસ્લિમ યુવકે પોતાના લગ્ન હિન્દૂ વિધિ પ્રમાણે કર્યા છે. વરરાજા ના પિતાએ એ કહ્યું કે તેમના પુત્ર ના લગ્ન માં માત્ર નિકાહ જ મુસ્લિમ વિધિ પ્રમાણે કરશે એટલે કે નિકાહ ખવાની શરિયત કાનૂન પ્રમાણે કરાવશો. આ લગ્ન 23 તારીખના રોજ થવા જઈ રહ્યા છે જેમાં રાજુભાઈ મુરાદભાઈ મકરાણી ના પુત્ર મખદુમભાઈ ના લગ્ન બાસ્કા ગામમાં રહેતા આયશા બેન સાથે થવા જઈ રહ્યા છે પરંતુ આ લગ્નમાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું જેને લઇ આ લગ્ન લોકો વચ્ચે ચર્ચા નો વિષય બન્યા હતા.
પરંતુ લગ્ન કરનાર મખદમ ભાઈએ કહ્યું હતું કે તેઓ હિન્દુ પરિવાર અને મિત્રો સાથે રહીને મોટા થયા છે તેમનું સમગ્ર જીવન તેણે તેની સાથે વિતાવ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ તમામ તહેવાર અને પ્રસંગો પણ હિન્દુ પરિવાર સાથે રહીને વીતાવ્યા છે અને તેનો આનંદ માણ્યો છે. આ દુલ્હા ના પિતાની એવી ઈચ્છા છે કે તેના લગ્ન હિન્દુ રીત રિવાજ અનુસાર થાય.
હિન્દુ રીત રિવાજથી લગ્ન કરી ખૂબ જ ખુશ થશે તેમના પિતાએ વધારે જણાવતા કહ્યું હતું કે અમારા પરિવારમાં પ્રથમ વ્યક્તિ છે કે જે મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ રીત રિવાજ અનુસાર લગ્ન કરે છે અને અમે જો મુસ્લિમ રીતે લગ્ન કંકોત્રી છપાવીશું તો અમારા હિંદુ ભાઈઓને લગ્ન વિશે કોઈ માહિતી મળી શકશે નહીં. આ કારણથી અમે અમારા લગ્નના કાર્ડ પણ હિન્દુ રીત રિવાજ અનુસાર છપાવવા જઈ રહ્યા છીએ.
અમે લોકો હિન્દુ ધર્મમાં જે રીતે લગ્ન કંકોત્રી બનાવે છે તેવી જ રીતે અમે પણ અમારા દીકરાના લગ્નની લગ્ન કંકોત્રી બનાવીશું જેથી અમારા હિન્દુ મિત્રોને તે લગ્ન વિશે બધી જ માહિતી પ્રાપ્ત થઈ શકે અને અમારા પ્રસંગમાં તેઓ આવી શકે. આ મુસ્લિમ પરિવાર તેમની લગ્ન કંકોત્રીમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના ફોટા પણ લગાવ્યા હતા સાથે સાથે તમામ વિધિવત પૂજા અને રીત રિવાજ અનુસાર લગ્નના પૂર્ણ કર્યા હતા. આ લગ્ન પૂર્ણ થતા ની સાથે તમામ લોકો ખૂબ જ ખુશ થયા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાના પણ ખૂબ જ નજીકથી દર્શન થયા હતા.