નતાશાએ સેલિબ્રેટ કર્યો પોતાના બાળક અગત્સ્યનો ચોથો જન્મદિવસ, કેક,બલુન, રમકડા અને ચોકલેટથી કર્યું ડેકોરેશન જુઓ વાયરલ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા ના છૂટાછેડા ના સમાચાર લોકોની વચ્ચે આજે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યા છે. આપણે સૌ લોકો જાણીએ છીએ હાર્દિક પંડ્યા સાથેના છૂટાછેડા બાદ તેની પત્ની નતાશા પુત્ર સાથે પોતાના પિયર સર્બિયા ચાલી ગઈ હતી. આ સાથે નતાશા અવારનવાર અનેક તસવીરોને વિડિયો શેર કરતી હોય છે જેમાં તેને હાલમાં જ પોતાના પુત્રનો ચોથો જન્મદિવસ ઉજવ્યો હતો જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે.

પરંતુ આ જન્મદિવસની ઉજવણીમાં હાર્દિક પંડ્યા હાજર ન હોવાથી તેમના તમામ ચાહકો ખૂબ જ નારાજ થયા હતા. જન્મદિવસના ખાસ દિવસે નતાશા પોતાના પુત્રને પ્રાણી સંગ્રહાલયમાં ફરવા માટે લઈ ગઈ હતી. પોતાના પુત્રના જન્મદિવસની ખૂબ જ ખાસ ઉજવણી ની તસ્વીરો સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. આ સાથે તમામ ચાહકોએ પણ જન્મદિવસ પર શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી તથા પોતાના અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ આપ્યા હતા.

આ સાથે ભારતમાં રહેતા પંડ્યા પરિવારના સભ્યોએ તસવીરોમાં અલગ અલગ કોમેન્ટ કરી જન્મદિવસની શુભકામના પાઠવી હતી આ સાથે જ હાર્દિક પંડ્યાના ભાઈ કુણાલ પંડ્યા એ હાર્ટ ઇમોજી પણ શેર કર્યું હતું. આજે ભલે હાર્દિક અને નતાશા એકબીજાથી અલગ થઈ ગયા પરંતુ હાર્દિક પંડ્યાનો પોતાના પુત્ર પ્રત્યેનો પ્રેમ હજુ પણ બદલાયો નથી. આ તસવીરોમાં અગત્સ્ય કેકની સામે ઉભો રહી અલગ અલગ પોઝ આપી રહ્યો છે. આ જન્મદિવસની પાર્ટીમાં તેના સાથે મિત્રો પણ જોવા મળી રહ્યા છે.

તસવીરોમાં જોઈ શકો છો કે ફુગ્ગા અને અવનવા રમકડા આસપાસ જોવા મળે છે. જન્મદિવસની પાર્ટી માટે ફૂડ પણ રાખવામાં આવ્યું હતું જ્યારથી છૂટાછેડા થયા છે તે દિવસથી નતાશા પોતાના પુત્રને પંડ્યા પરિવાર અને પિતાની યાદ ન આવે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે તેથી તે ઘણીવાર બાળક સાથે રમતી જોવા મળે છે તો ઘણીવાર પાર્કની મુલાકાત લીધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે થોડા સમય પહેલા નતાશા એ દુનિયાના દરેક માતા-પિતા માટે સૌથી મોટી વાત કઈ હતી જેમાં તેણે કહ્યું હતું કે તમારા બાળકો માટે બોજ ન બનો કારણ કે તમે તેની માટે બધું જ છો માટે બાળકોને ખૂબ જ પ્રેમ આપો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *