પ્રકૃતિ પ્રેમી યુવકે પોતાના લગ્નની કંકોત્રી માં એવું કર્યું કે લોકો પણ જોતા જ રહી ગયા સાથે લગ્ન ના જમણવારમાં લોકોને એવી વસ્તુ આપી કે….
હાલમાં ભારતમાં ચારેકોર લગ્નનો માહોલ ધૂમ મચાવી રહ્યો છે. આજના લોકો લગ્નને યાદગાર બનાવવા માટે આવું નવું કરતા હોય છે જે લોકો ક્યારેય ભૂલી શકતા નથી. લગ્ન સાથે સાથે લગ્નની કંકોત્રી પણ લોકોમાં એક નવું આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ઘણા લોકો લગ્નની કંકોત્રી દ્વારા લોકોમાં અનોખો સંદેશ ફેલાવતા હોય છે. હાલમાં જ એક પક્ષી પ્રેમી દ્વારા લગ્નની અનોખી કંકોત્રી બનાવી હતી જે જોઈ તમે પણ વખાણ કરવા લાગશો.
આ કંકોત્રીમાં યુવકે લોકોને પક્ષી પ્રેમ વિશે જાગૃત કરી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં વધતા પ્રદૂષણ અને વધતી ગરમીને કારણે પક્ષીઓની સંખ્યા પ્રતિદિન ઘટતી જાય છે. આ માહોલ વચ્ચે જયરાજ રૂડાભાઈ નામના યુવકે પોતાના લગ્નની કંકોત્રી દ્વારા લોકોને પક્ષી પ્રેમ વિશે જાગૃત કરી પક્ષીઓને બચાવવાના પ્રયાસો કર્યા હતા. આ કંકોત્રી એ દરેક લોકોના દિલ જીતી લીધા હતા.

જયરાજભાઇ એ પોતાના લગ્નમાં 451 કુંડા અને 51 જેટલા તુલસી ના રોપા નું વિતરણ કરી પ્રકૃતિ પ્રેમ અને પક્ષી પ્રેમ દર્શાવ્યો હતો. જયરાજભાઇ છેલ્લા ઘણા વર્ષોથી સાયકલ પર ચણ અને પાણી લઈ પક્ષીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. જયરાજભાઇએ પોતાના ગામમાં પક્ષી પ્રેમ તરીકે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે તે હંમેશા પ્રકૃતિ અને પક્ષીઓની સેવા કરી તેનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. જયરાજ ભાઈ ના સેવા કાર્યમાં તેમના ગ્રામજનોનો પૂરતો સાથ સહકાર અને પ્રેમ રહ્યો છે.

જયરાજભાઈએ પોતાના લગ્નની કંકોત્રી માળાના આકારની બનાવી લોકોને આપી હતી જેથી લોકો તે કંકોત્રી કચરામાં નાખવાની જગ્યાએ તેનો માળો બનાવી પક્ષીઓને રાખી શકે. આ સાથે તેને જમણવારમાં માટીના કુંડા અને તુલસીના રોપા આપ્યા હતા સાથે સાથે દરેક લોકોને પ્રકૃતિ વિશે જાગૃત કરી લોકોને લગ્નના માહોલ વચ્ચે એક સુંદર મજાનો સંદેશ આપ્યો હતો. લગ્નમાં ઉપસ્થિત તમામ લોકોએ જયરાજભાઇના સેવા કાર્ય લક્ષી ખૂબ વખાણ કર્યા હતા. હાલમાં તો આ કંકોત્રી અને લગ્નનું કાર્ય દરેક લોકોના દિલ જીતી રહ્યું છે.