સંગીત સંધ્યાના કાર્યક્રમમાં નવા કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે કરી ધમાકેદાર એન્ટ્રી જુઓ વાયરલ તસવીરો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન માટે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તે પહેલા ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર ની નવી જોડી રાધિકા અને અનંતે આ રાસ ગરબા ના કાર્યક્રમમાં ધમાકેદાર એન્ટ્રી કરી તમામ લોકોને ખુશ કરી દીધા હતા ત્યારબાદ બંને લોકોએ એકબીજા સાથે સુંદર અને આકર્ષક પોઝ આપી લોકોને દિવાના બનાવ્યા હતા. જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અંબાણી પરિવારને ચાહનારા લોકોએ તસવીરોમાં કોમેન્ટ કરી ખૂબ પ્રેમ દર્શાવ્યો હતો.

અનંત અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં કસ્ટમ આઉટફિટ્સમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા. આ કપલ 5 જુલાઈના રોજ તેમના સંગીત સમારોહ માટે મુંબઈના BKC ખાતે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પહોંચ્યા હતા. આ રાસ ગરબાની થીમ આધારિત ‘ઇન્ડિયન રીગલ ગ્લેમ’ને અનુરૂપ નવદંપત્તિ એથનિક પોશાકમાં જોવા મળ્યા હતા.રાધિકા અને અનંત અંબાણી બંનેએ તેમની સંગીત રાત્રિ માટે ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા દ્વારા તૈયાર કરેલ પોશાક પહેરવાનું પસંદ કર્યું હતું.
અંબાણી પરિવારની થનારી વહુ રાધિકાએ મેચિંગ ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે ગોલ્ડન લેહેંગા પહેર્યો હતો.સ્ટેટમેન્ટ ડાયમંડ અને એમેરાલ્ડ પેન્ડન્ટ સેટ સાથે એક્સેસરીઝ કરીને પોતાનો સીમ્પલ લુક તૈયાર કર્યો હતો જેમાં તે વધારે સુંદર અને આકર્ષક લાગી રહી હતી. આ બાજુ અનંત અંબાણીએ પણ પોતાના લુક થી રાસ ગરબા ના કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેણે આ ખાસ કાર્યક્રમ અને સંગીત સંધ્યા માટે ફ્લોરલ મોટિફ્સ સાથે એમ્બ્રોઇડરીવાળા બ્લેક ગોલ્ડન જેકેટની પસંદગી કરી હતી.
આ કપલની રાસ ગરબા અને સંગીત સંધ્યામાં એન્ટ્રી થતા ની સાથે જ અંબાણી પરિવારના તમામ સભ્યો સાથે આમંત્રિત મહેમાનોએ ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. ત્યારબાદ નવા કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તમામ આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરી સંગીત સંધ્યાની શોભા ને વધારી હતી. બંને લોકો એકબીજા સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. ત્યારબાદ એકબીજાના હાથ પકડી કાર્યક્રમમાં સામેલ થતા જોવા મળ્યા હતા. ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ ના સુરે બંને લોકોએ ગરબાની રમઝટ જમાવી હતી.