સંગીત સંધ્યા માટે નવી વહુ રાધિકાએ તૈયાર કર્યો પોતાનો આકર્ષક લુક અલગ અલગ અંદાજમાં આપ્યા જોરદાર પોઝ જુઓ વાયરલ તસવીરો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એ પોતાની સંગીત સંધ્યા માટે આકર્ષક લુક તૈયાર કર્યો હતો.જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે સૌપ્રથમ આ કપલ એ સંગીત સંધ્યામાં ધમાકેદાર એન્ટ્રી કરી તમામ લોકોના દિલ જીતી લીધા હતા આ બાદ બંને કપલ કેમેરામેનને પોઝ આપતા જોવા મળે છે. આ વચ્ચે અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટ ની વાત કરીએ તો તેને સંગીત સંધ્યાના ખાસ પ્રસંગ માટે લહેંગામાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સ સાથે જોવા મળી હતી. અંબાણી પરિવાર એ અનંત ના લગ્ન માટે સંગીત સંધ્યાનું વિશેષ આયોજન કર્યું હતું. એમાં અંબાણી પરિવારના સગા સંબંધી સહિત અન્ય પરિવારજનો અને બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટી બિઝનેસમેન સિંગર તમામ લોકો આમંત્રણ ને માન આપી હાજર રહ્યા હતા.
અનંત અને રાધિકાએ તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સંગીત સંધ્યામાં રાધિકાએ પહેરેલ ડ્રેસ માસ્ટર કોટ્યુરિયર અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે રાધિકાએ સંગીત સંધ્યામાં પહેરેલ લેંઘામાં વિશિષ્ટ રીતે જીણવટી સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાત્રે આયોજિત તેમના સંગીત સમારોહમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પોતાનું અદભુત પફોર્મન્સ આપ્યું હતું જેને કારણે સંગીત સંધ્યાના કાર્યક્રમની શોભા વધારે ખીલી ઉઠી હતી.
રાધિકાના આઉટ ફીટ ના કાપડ અને સોનાના લહેંગાના સેટમાં સજ્જ ઓફ-ધ-શોલ્ડર બ્લાઉઝ ક્રોપ્ડ હેમ અને ફીટ ડિઝાઇન ને ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી હતી.એ-લાઇન લેહેંગામાં ફ્લોર-લેન્થ હેમ અને ક્રિસ્ટલ એમ્બિલિશમેન્ટ છે. રાધિકાએ લીલા રંગના તૈયાર કરેલા રેશમી દુપટ્ટા, હીરાજડિત ગળાનો હાર જેમાં નીલમણિ પેન્ડન્ટ સોનાની બંગડી, આકર્ષક કાનની બુટ્ટી આઈલાઈનર અને મિનિમલ ગ્લેમ સાથે સ્ટાઇલ કરવામાં આવી હતી. અનંત રાધિકાના ફંકશન 14 જુલાઈ સુધી આયોજિત કરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ કાર્યક્રમોથી અંબાણી પરિવારના આ લગ્ન પ્રસંગને ખાસ બનાવવામાં આવશે.
આ પહેલા પણ રાધિકા સમૂહ લગ્ન અને મામેરા વિધિમાં પોતાના વિશિષ્ટ લુક સાથે હાજર રહી હતી. હાલમાં તો આ સંગીત સંધ્યાની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં રાધિકાએ પોતાની સુંદરતાથી દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રથમવાર નહીં પરંતુ અંબાણી પરિવારના દરેક કાર્યક્રમોમાં નવી વહુ રાધિકા દરેક લોકોને પોતાના સુંદર રૂપથી દિવાના બનાવે છે હાલમાં તો આ તમામ તસવીર લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને ભરપૂર પ્રેમ જોવા મળ્યો હતો.