|

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન નિમિત્તે નીતા અંબાણીએ 14 જેટલા મંદિરોનું કર્યું નિર્માણ મંદિરો પાછળનું રહસ્ય જાણીને તમે પણ ચોકી જશો

અંબાણી પરિવારમાંથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની શરણાઈ હવે ગુંજવા લાગી છે સમગ્ર અંબાણી પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં અંબાણી પરિવાર લગ્ન પહેલા અનેક સેવાના કાર્યો કરી રહ્યું છે ત્યારે લગ્નની શરૂઆત પહેલા અંબાણી પરિવાર એ ગુજરાતના જામનગરમાં વિશાળ મંદિર પરિષદની અંદર 14 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.

આ મંદિર પાછળ અંબાણી પરિવારનું મુખ્ય ઉદ્દેશ એ છે કે આવનારી પેઢી પોતાના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે આ 14 મંદિરમાં ખૂબ જ સુંદર રીતે કાર્ય કરવામાં આવ્યું છે તેમાં ખૂબ મોટા સ્તંભો દેવી-દેવતાઓની મૂર્તિઓ પિતચિત્રો અને પેઢીઓના કલાત્મક વારસાથી સમગ્ર મંદિરનો આકાર ઘડવામાં આવ્યો છે આ 14 મંદિર ભારતીય ની સંસ્કૃતિ તથા સંસ્કારોને ઉજાગર કરશે તેમની સાથે સાથે દરેક લોકોને પોતાના ધર્મ રક્ષણ પ્રત્યેની જાગૃતિ અપાવશે આ 14 મંદિર પ્રખ્યાત શિલ્પકારો દ્વારા વર્ષો જૂની તકનીકો અને પરંપરાઓ થી બનાવવામાં આવ્યા છે.

તમામ શિલ્પકારોએ ખૂબ જ જીનોટ ભર્યું મંદિરોમાં કાર્ય કર્યું છે. આ તમામ મંદિરો નીતા અંબાણી અને મુકેશ અંબાણી ની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યા હતા. નીતા અંબાણીએ કારીગરો સાથે વાત કરીને કોતરણી કામ અને શિલ્પ કલાઓ વિશે વાત કરી હતી ત્યારબાદ તમામ શિલ્પકારોની નીતા અંબાણીએ પ્રશંસા પણ કરી હતી. નીતા અંબાણી કરી રહ્યા છે કે આ તમામ શિલ્પકારો અને કારીગરો આ લગ્નની ઉજવણીનો એક અમૂલ્ય ભાગ છે ત્યારબાદ તમામ શિલ્પકારોને લગ્ન માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન નીતા અંબાણીએ 14 મંદિર બંધાવીને એક અનોખું સેવા અને ધર્મનું કાર્ય કર્યું હતું. આ તમામ મંદિરોમાં જૂની કોતરણી તથા શિલ્પ કલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી કરીને મુલાકાતઓ આ તમામ શિલ્પકલા અને કોત્રને કામથી માહિતગાર થઈ શકે તથા તેની આગળના સમયમાં સમજ મેળવી શકે અહીં બનેલી દરેક કોતરણી કામ ભૂતકાળમાં થયેલ કાર્યો વિશેની સમજણ આપે છે.

\

હાલમાં તો સમગ્ર અંબાણી પરિવાર જામનગર ખાતે પોતાના દીકરાના પ્રી વેડિંગ ની ફંક્શન ની ઉજવણી કરી રહ્યો છે આવનારા સમયમાં ખૂબ જ ભવ્ય રીતે અનંત અંબાણી અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ ભવ્ય અને સાઈ લગ્નમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે આ લગ્નની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને આગળના સમયમાં સમયસર તૈયારીઓ પૂર્ણ થઈ શકે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *