નીતા અંબાણીએ પોતાના દીકરા અનંતના લગ્ન માટે વારાણસીમાં સાડીની ખરીદી કરી, જુઓ વાયરલ વિડિયો
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી થોડા દિવસ પહેલા દીકરા અનંતના લગ્નનું આમંત્રણ કાર્ડ કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ બાદ નીતા અંબાણી વારાણસી ની સાડી બજારમાં પહોંચ્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ટૂંક સમયમાં બાર જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
આ લગ્નની તૈયારીઓ અંબાણી પરિવાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે નીતા અંબાણી વારાણસીની દુકાનમાં સાડીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. વાયરલ થયેલી તસવીરોમાં આપ જોઈ શકો છો કે નીતા અંબાણી સામાન્ય માણસની જેમ દુકાનમાં સાડીની ખરીદી કરી રહ્યા છે આ પરથી કહી શકાય કે સમગ્ર અંબાણી પરિવારના સભ્યો આજે પણ પોતાના જીવનમાં સાદગી ના ગુણને ક્યારેય ભૂલ્યા નથી.
આ વીડિયોને અંબાણી અપડેટ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કેપ્શન માં લખ્યું હતું કે વારાણસીમાં સાડી ખરીદતા નીતા મેડમ નો વિડીયો. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક દુકાનદાર નીતા અંબાણીને સાડી બતાવી રહ્યો છે. આ સાથે દુકાનમાં પણ નીતા અંબાણીની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું તેથી આસપાસ તેમના બોડીગાર્ડ પણ જોવા મળી રહ્યા છે.
આ બાદ નીતા અંબાણી થોડીવારમાં દુકાનદારને કહે છે કે ઈસમે ઓર કોઈ કલર હે? પછી દુકાનદાર તેને અલગ અલગ રંગબેરંગી સાડીઓ બતાવવાનું શરૂ કરે છે. ત્યારબાદ નીતા અંબાણી દુકાનદારને કહે છે કે ડિઝાઇન વગરની સાડી બતાવો. તેનો જવાબ આપતા દુકાનદાર કહે છે કે આ સાડી તમને મારી દુકાન સિવાય કંઈ પણ નહીં મળે. આ બાદ તે ફરીવાર અલગ અલગ સાડી બતાવવાનું શરૂ કરે છે.
ટૂંક સમયમાં અંબાણી પરિવારના ઘર આંગણે શરણાયો ગુંજવા જઈ રહી છે આ લગ્ન પ્રસંગ નિમિત્તે અંબાણી પરિવારના સભ્યો પોતાના મહેમાનોને આમંત્રણ પત્રિકા વેચવાનું પણ શરૂ કરી દીધું છે થોડા સમય પહેલા મુકેશ અંબાણી સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે ને લગ્નનું આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા.
જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ સાથે નીતા અંબાણી પણ કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં પોતાના દીકરાની લગ્ન કંકોત્રી અર્પણ કરી હતી. આ લગ્નના આમંત્રણ કાર્ડ ની તસ્વીરો પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં કાર્ડ ખોલતાની સાથે જ દેવી-દેવતાઓની મૂર્તિ નો સમાવેશ થાય છે માત્ર એટલું જ નહીં પરંતુ તમામ મહેમાનો માટે આમંત્રણ કાર્ડમાં ભેટ પણ આપવામાં આવેલી છે.
આ પહેલા અનંત અંબાણીના પ્રથમ પ્રીવેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ લગ્નના થોડા દિવસ પહેલા ઈટલી અને ફ્રાન્સ વચ્ચે દરિયામાં ક્રુઝમાં આ ફંકશન યોજવામાં આવ્યા હતા. હવે સૌ લોકો તેના લગ્નની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હાલમાં તો નીતા અંબાણીએ પોતાની ખરીદી શરૂ કરી દીધી હતી આ સાડીની ખરીદી કર્યા બાદ તેણે વારાણસીની બજારમાં ચાટની મજા માણી હતી. આ સાથે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં ગંગા આરતીનો પણ લાભ લીધો હતો.