|

નીતા અંબાણીએ પેરિસ ઓલમ્પિક 2024 માં લોકો સાથે ભારતીય પરંપરાગત નૃત્ય અને દેવા શ્રી ગણેશા ગીત પર ડાન્સ કરી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું જુઓ વાયરલ વિડિયો

ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણી ઓલમ્પિક 2024 માં વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા આ ક્ષણ ભારત માટે ખૂબ જ ગર્વની હતી. આપને જણાવી દઈએ કે સમગ્ર અંબાણી પરિવાર દેશ પ્રત્યે ખૂબ જ નિષ્ઠા ધરાવે છે આ કારણથી જ આજે તેમની રિલાયન્સ કંપની પણ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે.

આ સાથે મુકેશ નીતા અંબાણીએ ઓલમ્પિકમાં ઉપસ્થિત રહેલા વ્યક્તિઓ સાથે ભારતીય પરંપરાગત નૃત્ય અને ભાંગડા ની મજા માણી હતી. આ તમામ મનમોહક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં તમામ લોકોએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીને શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકો છો કે નીતા અંબાણી દેવા શ્રી ગણેશા ગીત પર ખુબ જ સુંદર ડાન્સ કરી રહી છે.

ઓલમ્પિક 2024 માં તમામ ભારતના ખેલાડી નો જોશ વધારવા માટે નીતા અંબાણીએ તમામ લોકોમાં આત્મવિશ્વાસ પૂરીઓ હતો અને તેમને સપોર્ટ કરવા માટે બંને લોકો વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા.સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર અને આઈઓસીના સભ્ય નીતાએ લા વિલેટ ખાતે ઈન્ડિયા હાઉસના ઉદઘાટન સમયે વાત કરી હતી. પેરિસ ઓલિમ્પિક 2024 માં ભારતના મજબૂત પ્રદર્શન માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જેમાં આપને જાણીને ગર્વ થશે કે 47% એથ્લેટ મહિલાઓ છે. આજે ફરીવાર ભારતીય નારી શક્તિ શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ બની મજબૂત પ્રદર્શન ઓલમ્પિક 2024 માં કરી રહી છે.

નીતા અંબાણીએ દેશનું પ્રતિનિધિત્વ કરતા તમામ યુવા ખેલાડીઓ, છોકરીઓ અને છોકરાઓ બંને માટે સમર્થન લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું હતું અને તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પણ પાઠવ્યા હતાં. દેશહિતના કોઈપણ કાર્યક્રમ અથવા ઉત્સવમાં સમગ્ર અંબાણી પરિવાર હંમેશા ઉપસ્થિત રહે છે તેવો દેશ પ્રત્યે દર વખતે પોતાનો અલગ જ ભાવ લોકો સમક્ષ રજૂ કરતા હોય છે આ વખતે પણ ઓલમ્પિક 2024 માં નીતા અંબાણી અને મુકેશ અંબાણી ખૂબ જ ઉત્સાહપૂર્વક ભારત દેશના ઓલમ્પિક 2024 ના ઉત્સવમાં જોડાયા હતા અને તમામ લોકોમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી હાલમાં જ પોતાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન કર્યા બાદ ઓલમ્પિક 2024 માં હાજર રહ્યા હતા આ લગ્નમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત તમામ દેશો દેશના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અનંત અને રાધિકા 12 જુલાઈ 2024 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આબાદ 13 જુલાઈ ના રોજ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સાધુ સંતો મહંતો ધર્મગુરુ યોગગુરૂ ઉપસ્થિત રહી નવદંપત્તિને આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારબાદ 14 જુલાઈ રવિવારના રોજ રિસેપ્શન પાર્ટી નું આયોજન કર્યું હતું. હાલમાં તો નીતા અંબાણીનો દેવા શ્રી ગણેશા ગીત પર નો ડાન્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *