હલ્દી સેરેમની માટે ચાંદીથી બનાવેલા હૈદરાબાદી કુર્તામાં ઝગમગી ઉઠ્યા નીતા અંબાણી જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન વિધિની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે જેમાં અલગ અલગ દિવસે દરેક કાર્યક્રમનું અંબાણી પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આ વચ્ચે અનંત અંબાણી અને રાધિકા માટે હલ્દી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંબાણી પરિવાર સહિત તમામ આમંત્રિત મહેમાનો રંગબેરંગી પોશાકમાં જોવા મળ્યા હતા. પરંતુ આ વચ્ચે મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતા નીતા અંબાણી એ હૈદરાબાદી કુર્તા સાથે દરેક લોકોના દિલ જીતી લીધા હતા. નીતા અંબાણીનો આકર્ષક અને સુંદરતા ફેલાવતો લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી હતી.
આપણે સૌ લોકોએ નીતા અંબાણીને મોટેભાગે સાડી અથવા અન્ય પરંપરાગત પોશાકમાં જોયા હશે પરંતુ ભાગ્યે જ નીતા અંબાણી કુર્તી માં જોવા મળે છે. નીતા અંબાણી દર વખતે પોતાના પહેરવેશ થી લોકોને દીવાના બનાવે છે તેવામાં આ વખતે પણ સુંદરતા અને ફેશન સ્ટાઈલની દુનિયામાં તમામ લોકોને પાછળ મૂકી દીધા હતા.
નીતા અંબાણીએ પહેરેલી આ કુર્તી ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવવામાં આવી હતી.નીતા અંબાણીએ હૈદરાબાદી કુર્તા, ચૂરીદાર સલવાર અને દુપટ્ટામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. નીતા અંબાણીના આ લૂક પરથી ફંક્શન માં આવેલ કોઈ પણ વ્યક્તિ નજર હટાવી શક્યા ન હતા.સોના ની જેમ ચમકતા કુર્તામાં પ્રાચીન ઝરી અને જરદોઝી ભરતકામ છે. જે કુર્તા ની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.
ફુલ સ્લીવ્ઝની બોર્ડર જટિલ સિલ્વર-ગોલ્ડ મેટ ટેકનિકથી બનાવવામાં આવી છે. અનેક કારીગરોની મદદથી આ કુર્તી તૈયાર કરવામાં આવી હતી જેમાં ખૂબ જ ઝીનવટથી ભરતકામ કરવામાં આવ્યું છે.આ હૈદરાબાદી કુર્તા ખાડા દુપટ્ટા સાથે સ્ટાઈલ કરવામાં આવે છે.જે ડબલ ડ્રેપમાં છે. આ દુપટ્ટાની બોર્ડર પણ ઝીણી ચાંદી-ગોલ્ડ મેટિંગ ટેકનિકથી બનાવવામાં આવી છે. આ કુર્તી માં ઝરી કામ અને જરદોજી નો સમાવેશ થાય છે.નીતા અંબાણીએ હલ્દી સેરેમની માટે સ્ટાઈલ કરેલા પીળા અને ચાંદીના પોશાક માટે પોતાના લુક ને વધુ આકર્ષક બનાવવા મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી.તેણે હીરા જડેલા મોટા ડ્રોપ ઇયરિંગ્સ સાથે માંગ ટીક્કા પણ પહેર્યા હતા.ગોલ્ડ હેન્ડ-ફૂલ સાથે તેના લુકમાં સોના નો ઉમેરો કરવામાં આવ્યો હતો. ગોલ્ડન પ્લેટફોર્મ હીલ્સ સાથે તેના હૈદરાબાદી લુક ને કમ્પલેટ કર્યો હતો.
નીતા અંબાણીએ આ લુક સાથે પોતાના મેકઅપમાં પણ કોઈ કમી રાખી ન હતી.તેણે બ્રાઉન આઇ લાઇનર, કાજલ, મસ્કરા અને બ્લશ પહેર્યા હતા. આ સાથે વાળમાં પણ થોડો શેડ ઉમેરી હતો જેથી રૂપની સુંદરતામાં વધારો જોવા મળ્યો હતો. આ સાથે તેણે પોતાના મેકઅપ ને આછો અંદાજ આપ્યો હતો આ કારણથી મુલાયમ ચહેરો લાગી રહ્યો હતો. આ મેકઅપને કમ્પલેટ કરવા માટે મેકઅપ આર્ટિસ્ટ દ્વારા કલાકનો સમય લાગ્યો હતો આ સાથે જ નીતા અંબાણીએ પોતાનો સંપૂર્ણ આકર્ષક અંદાજ અને લૂક કમ્પલેટ કર્યો હતો.