નીતા અંબાણીએ વિશ્વવિજેતા ભારતની ટીમ સાથે ભગવાનની આરતી ઉતારી, સંગીત સેરેમની માં ખેલાડીઓને અભિનંદન આપતા ભાવુક થયો અંબાણી પરિવાર જુઓ વાયરલ વિડિયો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધા છે આ ફંકશન માટે ની શરૂઆત 3 જુલાઈના રોજ મામેરા વિધિથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાસ ગરબા અને સંગીત સંધ્યામાં બોલીવુડ હોલીવુડના તમામ સેલિબ્રિટી સહિત ક્રિકેટ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ ખેલાડીઓએ હાજરી આપી હતી.જેમાં હાર્દિક પંડ્યા ઇશાન કિશન સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષી અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહ્યા હતા.

આ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવાર અને ખાસ કરીને નીતા અંબાણીએ વિશ્વવિજેતા ભારતની ટીમની પ્રશંસા કરી હતી અને તમામ ખેલાડીઓના મન ભરીને ખૂબ જ વખાણ કરી તેમને શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી જેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે વીડિયોમાં આપ જોઈ શકો છો કે નીતા અંબાણી વિશ્વ વિજેતા ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્મા ને સ્ટેજ પર બોલાવે છે. ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને તેના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ સ્ટેજ પર આવવા માટે આમંત્રિત કરે છે. પરંતુ તે પહેલા નીતા અંબાણી પોતાના સમગ્ર પરિવાર સાથે આમંત્રિત મહેમાનો અને ભારતની ટીમના ખેલાડીઓ ની ઉપસ્થિતિમાં ભગવાનની આરતી ઉતારી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ સમયે ચારેકોર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આરતી પૂર્ણ થયા બાદ તમામ લોકો હર હર મહાદેવના નાદ લગાવે છે આ દ્રશ્ય એ તમામ લોકોના દિલ જીતી લીધા હતા.

આ બાદ ટીમ ઇન્ડિયા માટે સ્પેશિયલ સ્ટેજ પ્રોગ્રામ ની શરૂઆત થાય છે.જ્યાં રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જોવા મળી રહ્યા છે. આ સાથે નીતા અંબાણી કહે છે કે અહી આપણો પરિવાર હાજર છે. પરંતુ મારા બીજા પરિવારે આજે સમગ્ર દેશને ગર્વ અપાવ્યો છે. આજે એ લોકોએ દરેકના હૃદયમાં ગર્વની લાગણીનું નિર્માણ કર્યું છે.આ લોકોને કારણે જ આજે પણ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ શરૂ છે. મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આજે અહીં મારી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હાજર છે. આજે આ ઉજવણી તો થઈ જ રહી છે પરંતુ આપણે આજે ભારતની ટીમ માટે ઉજવણી કરીશું.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની ટીમ સામે જીત મેળવી વિશ્વવિજેતા બન્યું હતું. જેના કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અનંત અંબાણીના ફંકશનમાં હાજર રહ્યા હતા. આ તમામ ખેલાડીનું નીતા અંબાણીએ સન્માન કર્યું હતું. ત્યારબાદ રોહિત શર્માનો હાથ ઊંચો કરી આ સન્માનનો સ્વીકાર કર્યો હતો. રોહિત નીતા અંબાણી ની ટીમ ઇન્ડિયા પ્રત્યેની લાગણી જોઈ ખૂબ જ ભાવુક થયો હતો અને તેમની આંખમાંથી આંસુ જોવા મળ્યા હતા. આબાદ નીતા અંબાણીએ કહ્યું હતું કે એક એવો છોકરો છે જે બાઉન્ડ્રી પર ઉભા રહી સમગ્ર મેચને બદલી નાખી હતી. આ બોલતા ની સાથે જ ઉપસ્થિત લોકોએ સુર્યા સુર્યા ના નારા લગાવ્યા હતા.

નીતા અંબાણી હાર્દિક પંડ્યાના વખાણ કરતા કહ્યું કે છેલ્લી ઓવરમાં જ્યારે બધા ચિંતામાં હતા ત્યારે હાર્દિક પંડ્યા એ સાબિત કર્યું કે ખરાબ સમય વધારે ટકી શકતો નથી. આ સાંભળતા ની સાથે જ તમામ લોકો પોતાના સ્થાન પરથી ઊભા થઈ હાર્દિક પંડ્યા માટે તાળીઓનો ગડગડાટ કર્યો હતો. આ બાદ મુકેશ અંબાણીએ તમામ ભારતની ટીમના ખેલાડીઓને અભિનંદન પાઠવતા મહેન્દ્રસિંહ ધોનીના 2011ના વર્લ્ડકપને યાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં હાજર મહેન્દ્રસિંહ ધોનીના તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. ખરેખર નીતા અંબાણીએ તમામ ખેલાડીઓના દિલ જીતી લીધા હતા માત્ર એટલું જ નહીં પરંતુ તેમને માન સન્માન આપી વિશ્વવિજેતા બનવા બદલ તમામ લોકોની ઉપસ્થિતિમાં અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *