‘રંગઘાટ’ લહેંઘા અને કરોડો ની કિંમતના સોના સાથે દીકરા અનંતના લગ્ન માટે તૈયાર થયા નીતા અંબાણી જુઓ નવો લુક આવ્યો સામે
અંબાણી પરિવારના ઘર આંગણે હવે ગણતરીના કલાકોમાં શુભ પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે અનંત અંબાણી અને રાધિકા 12 જુલાઈ 2024 ના પવિત્ર દિવસે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે આ શુભ લગ્ન પ્રસંગ માટે અંબાણી પરિવાર એ ખૂબ જ લાંબા સમયથી તૈયારીઓ કરી હતી અને આખરે આ ઘડી આવી પહોંચી હતી.
જ્યારે સમગ્ર અંબાણી પરિવાર સગા સંબંધી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં આ શુભ પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. અનંત અંબાણીની વાજતે ગાજતે ઢોલ નગારા શરણાઈ સાથે જાન કાઢવામાં આવી હતી અને તમામ લોકો મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર સુધી આ શાનદાર અને ભવ્ય જાનમાં જોડાયા હતા જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર લગ્ન સ્થળે પહોંચતા ની સાથે જ અંબાણી પરિવાર એ ફોટોગ્રાફી કરાવી હતી જેમાં પિતા મુકેશ અંબાણી અને અનંત અંબાણીનો હાથ પકડી ચાલતા જોવા મળે છે. આ દ્રશ્ય એ તમામ લોકોના દિલ જીતી લીધા હતા. લગ્નના શુભ પ્રસંગે અનંત અંબાણી ની માતા નીતા અંબાણી ફરીવાર પોતાના લુક થી લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની હતી.
આ પહેલા પણ નીતા અંબાણી દરેક ફંક્શનમાં પોતાના આકર્ષક અને સુંદર લુક થી ચાર ચાંદ લગાવતી જોવા મળી હતી. પોતાના પુત્ર અનંત ના લગ્ન માટે માટે નીતા અંબાણીએ પ્રખ્યાત ડિઝાઇન જોડી અબુ જાની સંદીપ ખોસલા દ્વારા બનાવેલ કસ્ટમ-મેડ ‘રંગઘાટ’ ઘાગરા ની પસંદગી કરી હતી.
પીચ સિલ્ક ઘાગરામાં વિન્ટેજ બ્રોન્ઝ, બ્લશિંગ પિંક અને પિસ્તા લીલા રંગનું અદભૂત મિશ્રણ જોવા મળી રહ્યું છે. આ પહેરવેશ ભારતીય સંસ્કૃતિ અને તેમના સંસ્કારોને જીવંત રાખે છે.શાહી આભામાં જોડાણ કરીને લેંઘા ને ઝીણવટપૂર્વક તૈયાર કરેલા જાલી બ્લાઉઝ સાથે જોડાણ કરવામાં આવ્યું હતુ.નક્શી અને સાદી સોનામાંથી બનાવેલ બ્લાઉઝમાં જટિલ ચાંદીના જરદોઝી વર્ક અને સ્વારોવસ્કી સ્ફટિકના ચમકદાર દેખાવ જોવા મળી રહ્યો છે.
પીસ ડી રેઝિસ્ટન્સ એ હાથથી બનાવેલો ‘રંગઘાટ’ દુપટ્ટો છે.જે વિદેશના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો છે. દુપટ્ટામાં વાઇબ્રન્ટ પેસ્ટલ શેડ્સ છે. આથી પોશાકની સુંદરતા વધારે આકર્ષક લાગી રહી છે.શોસ્ટોપર એક મોર નીલમણિ લીલો થરાદ લહેંગા છે જે હાથથી ભરતકામ કરેલા સોની વર્કથી ઝીણવટપૂર્વક શણગારવામાં આવ્યો છે.લહેંગાને શાહી વાદળી સાટિન સિલ્ક દુપટ્ટા અને ચાંદીના દોરાના કામથી શણગારેલા સોનેરી બ્લાઉઝ સાથે મિશ્રણ કરવામાં આવ્યું છે.