નીતા અંબાણીએ મહેંદી રસમમાં ભારતીય પરંપરાગત થી બ્લુ સાડી પહેરી ચાર ચાંદ લગાવી દીધા જુઓ સુંદર આકર્ષક તસવીરો
અંબાણી પરિવારના ઘર આંગણે અનંત અને રાધિકા માટે મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સેલિબ્રિટી અને મહેમાનોએ વિશિષ્ટ હાજરી આપી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ પહેલા ખૂબ જ ધામધૂમથી હલ્દી રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ તમામ લોકો પીળા કલરના પહેરવેશમાં જોવા મળ્યા હતા.

આ વચ્ચે અનંત અને રાધિકાએ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.અને હવે ફરીવાર મહેંદી રસમ ના આ કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવારના સભ્યો ઝગમગી ઉઠ્યા હતા આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પોતાના લુક થી દર વખતે ખૂબ જ ધૂમ મચાવે છે અને આકર્ષણનું કેન્દ્ર બને છે. પોતાના દીકરાના લગ્ન માટે નીતા અંબાણી ફેશન સ્ટાઈલની દુનિયામાં હંમેશા આગળ રહ્યા છે.
આ માહોલ વચ્ચે નીતા અંબાણીએ મહેંદી રસમ ના કાર્યક્રમમાં બ્લુ સાડી થી ચાર ચાંદ લગાવી દીધા હતા. આ મહેંદી રસમનું આયોજન 10 જુલાઈના રોજ મુંબઈના એન્ટીલિયામાં થયું હતું જેમાં સમગ્ર અંબાણી પરિવાર અને મિત્રોએ વિશિષ્ટ રીતે હાજરી આપી હતી. નીતા અંબાણી આ વચ્ચે પેપરાજીને ખૂબસૂરત અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી જેનો લુક કેમેરા મેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. સમગ્ર અંબાણી પરિવાર એ મહેંદી રસમ ના ખાસ કાર્યક્રમ નિમિત્તે પોતાના ઘરે શિવ મહાપૂજા નું આયોજન કર્યું હતું જેમાં તમામ અંબાણી પરિવારના સભ્યો સહિત સગા સંબંધી અને આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી.

આટલા વિશ્વ લેવલે અમીર હોવા છતાં પણ સમગ્ર અંબાણી પરિવાર પોતાના સંસ્કારો,સંસ્કૃતિ અને સભ્યતાને ક્યારેય ભૂલ્યો નથી. આ કારણથી જ તે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યો છે અને પોતાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન પહેલાં શિવ મહાપૂજા નું આયોજન કરી ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. આ વિશિષ્ટ પ્રસંગે નીતા અંબાણી પણ સંપૂર્ણ ભક્તિ ભાવમાં ડૂબેલા જોવા મળ્યા હતા.
નીતા અંબાણીએ પહેરેલી બ્લુ સાડીમાં ખૂબ જ સુંદર ભરત કામ કરવામાં આવ્યું છે જેને તમામ કારીગરોની લાંબા સમયની મહેનતથી આ સાડી ને તૈયાર કરવામાં આવી હતી આ તસવીરો સોશિયલ મીડિયાના વાયરલ થતાની સાથે ચાહકો તરફથી ખૂબ પ્રેમ સાથ અને સહકાર જોવા મળ્યો હતો. નીતા અંબાણી મોટેભાગે પોતાના કોઈપણ પારિવારિક અને સામાજિક પ્રસંગોમાં ભારતીય પરંપરાગત રીતે સાડીમાં જ જોવા મળે છે આ જ એક સર્વશ્રેષ્ઠ સ્ત્રીની ઓળખાણ છે. આ પહેલા પણ અંબાણી પરિવાર દ્વારા આયોજિત થયેલા સમૂહ લગ્નમાં નીતા અંબાણી લાલ કલરની પરંપરાગત સાડીમાં જોવા મળી હતી ત્યારબાદ તમામ નવદંપતીઓને આશીર્વાદ અને શુભકામના પાઠવી હતી સમૂહ લગ્નના આ વિચારે તમામ લોકોના દિલ જીતી લીધા હતા.