Nita Ambani offered Anant Ambani wedding kankotri at the feet of Kashi Vishwanath Mahadev
|

નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં અનંત અંબાણીના લગ્નની કંકોત્રી અર્પણ કરી અને કરોડો રૂપિયાનું કર્યું દાન જુઓ વાયરલ તસવીરો

હવે ટૂંક જ સમયમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે આ લગ્ન નું આમંત્રણ કંકોત્રી દ્વારા તમામ મહેમાનોને આપવામાં આવી રહ્યું છે આ લગ્નની કંકોત્રી આપવા માટે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે મહાદેવ ભગવાનના ચરણોમાં તેમના દીકરાના લગ્નની કંકોત્રી અર્પણ કરી હતી.

Nita Ambani offered Anant Ambani wedding kankotri at the feet of Kashi Vishwanath Mahadev

આપણે સૌ લોકો જાણીએ છીએ કે નીતા અંબાણી પોતાના કોઈપણ કાર્યની શરૂઆત ભગવાનના આશીર્વાદથી કરે છે આ કારણથી જ નીતા અંબાણી એક ધાર્મિક મહિલાની યાદીમાં સામેલ થઈ ગઈ છે. નીતા અંબાણી અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લેતી જોવા મળે છે જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે.

Nita Ambani offered Anant Ambani wedding kankotri at the feet of Kashi Vishwanath Mahadev

નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો.આ બાદ મહાપૂજા અને મહા આરતી નો લાભ લીધો હતો.અને મંદિરના પરિસરમાં ગંગા આરતી માં હાજર રહ્યા હતા. નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા બાદ વારાણસીની રેસ્ટોરન્ટમાં ભોજન નો આનંદ માણ્યો હતો. નીતા અંબાણી અમીર પરિવારની વહુ હોવા છતાં પણ એકદમ સાદગીપૂર્વક જીવન જીવે છે વારાણસીની હોટલમાં પણ સામાન્ય માણસ બની ભોજનની મજા માણી હતી તથા અલગ અલગ થાળી નો ટેસ્ટ પણ કર્યો હતો. નીતા અંબાણી ની સાદગી જોઈ તમામ લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા.

Nita Ambani offered Anant Ambani wedding kankotri at the feet of Kashi Vishwanath Mahadev

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન ખૂબ જ શાનદાર રીતે થવા જઈ રહ્યા છે આ લગ્ન ઉપર તમામ લોકોની નજર રહેલી છે કારણ કે અંબાણી પરિવાર પોતાના કોઈ પણ કાર્યક્રમ ફંકશન અને લગ્ન ખૂબ જ અલગ અંદાજમાં કરતો હોય છે થોડા સમય પહેલા જ અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન ઈટલી અને ફ્રાન્સની વચ્ચે 800 મહેમાનો સાથે ક્રૂઝમાં આયોજિત કરવામાં આવ્યા હતા.

Nita Ambani offered Anant Ambani wedding kankotri at the feet of Kashi Vishwanath Mahadev

આ બાદ 12 જુલાઈ ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આ કપલ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરશે. આ લગ્ન સંપૂર્ણ હિન્દુ રીત રિવાજ અનુસાર યોજાશે. માત્ર એટલું જ નહીં પરંતુ લગ્ન પહેલા અને પછી ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મહેંદી, સંગીત અને ગરબા રાત્રિનો સમાવેશ થાય છે.

Nita Ambani offered Anant Ambani wedding kankotri at the feet of Kashi Vishwanath Mahadev

આ શાનદાર અને ધમાકેદાર લગ્નમાં બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ દેશ વિદેશનાં બિઝનેસમેન,સિંગર હાજર રહેવા જઈ રહ્યા છે. આ સાથે પોતાના દીકરાના લગ્નની કંકોત્રી અનેક મંદિરોમાં પણ અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવશે આ પરથી કહી શકાય કે આટલા મોટા અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ અંબાણી પરિવારના તમામ સભ્યો ક્યારેય ભૂલ્યા નથી.આ કારણ થી અંબાણી પરિવારે તમામ લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *