અનંતના લગ્ન પહેલાં તેમની માતા નીતા અંબાણીએ બનારસી સાડીમાં ચાર ચાંદ લગાવી દીધા જુઓ વાયરલ આકર્ષક તસવીરો
સમગ્ર અંબાણી પરિવાર ભારતના સાંસ્કૃતિક વારસા અને તેમના સંસ્કારોને હંમેશા માટે જીવંત રાખે છે કારણ કે તેઓ પોતાના દરેક પારિવારિક અને ધાર્મિક પ્રસંગોમાં સંસ્કૃતિને શોભે તેવા પહેરવેશ સાથે ઉપસ્થિત રહેતા હોય છે આ જ કારણથી આજે અંબાણી પરિવારે તમામ લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે આ માહોલ વચ્ચે હવે જ્યારે અનંત અને રાધિકાના લગ્ન માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે તે પહેલા અનંત અંબાણી ની માતા નીતા અંબાણી પરિવાર બનારસી સાડીમાં ઝગમગી ઊઠી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ લાયક અને કોમેન્ટ શરૂ કરી દીધી હતી.
નીતા અંબાણીએ અનંત અંબાણીના કોઈપણ પારિવારિક અને અન્ય ફંક્શનમાં સાડીથી દર વખતે લોકોને દીવાના બનાવે છે તેવામાં લગ્નના માહોલ વચ્ચે ફરીવાર બનારસી સાડી પહેરી ચાર ચાંદ લગાવી દીધા હતા.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા નીતા અંબાણી, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને માન આપવા માટે મનીષ મલ્હોત્રા બનારસી સાડીમાં જોવા મળ્યા હતાં. ત્રણ જુલાઈથી શરૂ થયેલા અનંત રાધિકાના ફંકશનમાં નીતા અંબાણી સહિત સમગ્ર પરિવારે પોતાના અલગ અલગ લુક થી ધૂમ મચાવી દીધી હતી અને આખરે 12 જુલાઈ 2024 ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલા હજી એક વાર નીતા અંબાણીએ બનારસી સાડી પહેરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે નીતા અંબાણી ફેશન સ્ટાઈલ ની દુનિયામાં હંમેશા આગળ રહે છે અવારનવાર અનેક લોકોની ફેશનથી દરેક પ્રસંગો અને ફંકશનમાં ખૂબ જ ધૂમ મચાવતા હોય છે.નીતા અંબાણીની સાડીનો લુક ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ બનાવ્યો હતો. અદભૂત 28 ચોક જાલ રંગકટ સાડીમાં વારાણસીની કાલાતીત લાવણ્યને નાજુક ફ્લોરલ મોટિફ્સ અને ઝરીના વાઇબ્રન્ટ રંગોથી શણગારેલી છે. આ સાડીને બનાવવા માટે ભારતના અદભુત કારીગરોની મદદ લેવામાં આવી હતી.સાડીના વણાટ કામ માટે છ મહિના કરતાં વધારે સમય લાગ્યો હતો. ભારત દેશના ઉત્કૃષ્ટ વણકરોએ આ સાડીને બનાવવા માટે દિવસ રાત મહેનત કરી છે.
સાડીના અદભૂત છ યાર્ડને સરસવના લીલા રંગના બ્લાઉઝ સાથે અટપટી સોનેરી ભરતકામથી સુશોભિત કરી હતી. નીતા અંબાણી એ જ્વેલરીમાં મોટા લીલા નીલમણિ ઝુમકા ઇયરિંગ્સ, સ્ટેટમેન્ટ ડાયમંડ રીંગ અને તેના કાંડા પર સ્ટૅક કરેલી ગુલાબી કાચની બંગડીઓ સાથે તેના જોડાણને એસેસરીઝ કર્યું છે. પોતાના દેખાવ ને વધુ સુંદર બનાવવા માટે શિમર આઈશેડો, સ્મજ્ડ આઈલાઈનર, મસ્કરા-કોટેડ લેશ, ડિફાઈન્ડ બ્રાઉઝ, કાજલનો સ્ટ્રોક, બ્લશ ગાલ, લ્યુમિનસ હાઈલાઈટર અને ચળકતા લિપસ્ટિકના શેડમાં નીતા અંબાણી સજ્જ જોવા મળી હતી.
નીતા અંબાણીના વાળ ને અમિત ઠાકુર દ્વારા સ્ટાઈલ કરવામાં આવ્યા હતા.તે મધ્યમ વિભાજન સાથે છટાદાર બ્રેઇડેડ હેરસ્ટાઇલમાં બનાવવામાં આવ્યા હતા અને સફેદ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા.નીતા અંબાણીના અદભૂત પોશાક અને સ્ટાઇલ અનંત અને રાધિકાના લગ્નમાં ફેશન માટે ઉચ્ચ સ્તરે વધારે આગળ પહોંચાડી રહ્યા છે.