પૂજા વિધિ માટે સોના ચાંદીથી બનેલી કિંમતી સાડીમાં જોવા મળી “નીતા અંબાણી” જુઓ આકર્ષક તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણીના લગ્ન માટે તેમની માતા નીતા અંબાણી અલગ અલગ ફંક્શનમાં પોતાના લુક થી ચાર ચાંદ લગાવતા હોય છે. આ શુભ પ્રસંગના માહોલ વચ્ચે અંબાણી પરિવારના ઘર આંગણે મહાપૂજા નું આયોજન થયું હતું જેમાં નીતા અંબાણી પરંપરાગત સાડીમાં જોવા મળી હતી.જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. નીતા અંબાણીએ ઘરચોલા સાડી પહેરી હતી.
આ સાથે નવરત્ન જડિત નેકલેસ સાથે પોતાના લુક ને સુંદર દેખાવ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા છે જે તેમના લુક પરથી અંદાજો લગાવી શકાય છે. નીતા અંબાણીને લાલ સાડીમાં જોતા ની સાથે જ ઉપસ્થિત લોકો દંગ રહી ગયા હતા. આ સાડી ની કિંમત આશરે લાખો ની કિંમતમાં બતાવવામાં આવી રહી છે જે અત્યાર સુધીની સૌથી મોંઘી સાડી હોવાનું બહાર આવ્યું હતું.
ભારતીય પરંપરાગત અને રીત રિવાજ મુજબ દરેક શુભ પ્રસંગ અથવા પૂજા કાર્યમાં લાલ અથવા પીળી સાડી પહેરવાનું શુભ માનવામાં આવે છે આ કારણથી જ નીતા અંબાણીએ પોતાના ઘર આંગણે થયેલી પૂજામાં લાલસાડી પહેરવાનું પસંદ કર્યું હતું. એમણે અત્યાર સુધી અલગ અલગ ફંક્શનમાં અનેક આઉટફીટ સાથે પોતાને તૈયાર કરી છે. આ સાડીમાં નીતા અંબાણી સ્વર્ગની અપ્સરા કરતા પણ વિશિષ્ટ સુંદર અને આકર્ષક લાગી રહ્યા હતા જે તેમની તસવીર પરથી જોઈ શકાય છે.
નીતા અંબાણીની લાલ ઘરછોલા સાડી અનુરાધા વકીલે ડિઝાઈન કરી છે. આ સાથે નીતા અંબાણી ની હેર સ્ટાઈલ રીતિકા કદમે બનાવી હતી જેની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે આ તમામ તસવીરો પોતાની સાથે જ ચાહકો નીતા અંબાણીના દીવાના બની ગયા હતા. ગુજરાતી લોકો ઘરછોલા સાડીને દરેક શુભ પ્રસંગ અને ધાર્મિક કાર્યક્રમમાં પહેરવાનું પસંદ કરતા હોય છે નીતા અંબાણી પણ પૂજા વિધિમાં આ સાડીમાં ચમકી ઉઠ્યા હતા.
આ સાડી ને સોના અને ચાંદીથી ભરત કામ કરવામાં આવી છે. નીતા અંબાણી આ સાડીને વધુ સુંદર બનાવવા માટે પોતાના ક્રીમ બ્લાઉઝનું જોડાણ કર્યું હતું.જેની સ્લીવ્ઝ પર લાલ સાડી રંગીન બોર્ડર છે. બ્લાઉઝની નેકલાઇન પર ઝરી વર્ક કરવામાં આવ્યું છે. સાડીના છેડા પર કમળના ફૂલ બનાવવામાં આવ્યા છે. બોર્ડર એકદમ પહોળી છે અને ઝરી વર્ક સાથે આપવામાં આવી છે.