|

અનંતના લગ્ન વિધિની થઈ શુભ શરૂઆત મામેરા વિધિમાં નીતા અંબાણીએ ગુલાબી બાંધણી સાથે લોકોના દિલ જીતી લીધા, જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણીના લગ્ન વિધિની શરૂઆત થઈ ચૂકી છે.જ્યાં તેમણે 3 જુલાઈ ના રોજ મામેરા વિધિની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ વિધિમાં અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટ પોતાના ખૂબસૂરત અંદાજમાં એન્ટ્રી કરતી જોવા મળી હતી માત્ર એટલું જ નહીં પરંતુ તમામ અંબાણી પરિવારના સભ્યોએ પોતાના લુક થી ઉપસ્થિત લોકોને દીવાના બનાવ્યા હતા. પરંતુ તેમાં નીતા અંબાણીનો મામેરા વિધિમાં જોવા મળેલો લૂક લોકોને વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો.

નીતા અંબાણી પોતાના કોઈપણ સામાજિક અથવા પારિવારિક પ્રસંગોમાં ભારતીય સંસ્કૃતિ રીત રિવાજ મુજબની પરંપરાગત સાડીમાં જોવા મળે છે આ કારણથી જ નીતા અંબાણીને આજે લોકો ખૂબ મોટી સંખ્યામાં પસંદ કરે છે કારણકે આટલી મોટી નામના અને અમીર પરિવાર હોવા છતાં પણ પોતાનો પહેરવેશ અને સંસ્કૃતિ હંમેશા યાદ રાખે તેમને અનુસરે છે.

મામેરા વિધિમાં અંબાણી પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વાયરલ તસવીરોમાં એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા જેમાં મુકેશ અંબાણી નીતા અંબાણી રાધિકા મર્ચન્ટ આકાશ અંબાણી એમના ભાઈ આકાશ અને ભાભી શ્લોકા સાથે ઇશા અંબાણી આનંદ પરિમલ સાથે અંબાણી પરિવારના તમામ સગા સંબંધી અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ તેમાં પણ નીતા અંબાણીએ પોતાના પહેરવેશથી લોકોના દિલ જીતી લીધા હતા.

આ મામેરા વિધિમાં સમગ્ર અંબાણી પરિવાર સહિત આમંત્રિત મહેમાનો માટે કેસરી અથવા ગુલાબી રંગના કપડાની થીમ રાખવામાં આવી હતી આ કારણથી જ તમામ લોકો ખૂબ સુંદર પહેરવેશમાં જોવા મળ્યા હતા. આજે નીતા અંબાણીની ઉંમર 60 વર્ષની હોવા છતાં પણ પોતાની સુંદરતામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. નીતા અંબાણીએ મામેરા વિધિમાં પરિવાર સાબિત કર્યું કે ફેશન સ્ટાઈલની દુનિયામાં તે સૌ પ્રથમ નંબરે આવે છે તેમાં કોઈ શંકા નથી.તેઓ પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ બાદ નીતા અંબાણીએ પોતાની માતાનું ગુજરાતી પરંપરાગત રીતે સ્વાગત સન્માન કર્યું હતું અને તેમની માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ બાદ તેમને જોરદાર ડાન્સ કર્યો હતો.

નીતા અંબાણીએ મામેરા પ્રસંગ વિધિ નિમિત્તે ગુલાબી બનારસી લેંઘો પહેર્યો હતો. આ સાથે હાફ સ્લીવ બ્લાઉઝ પર ખૂબ જ સુંદર ભરત કામ કરવામાં આવ્યું હતું. અને જો જ્વેલરી ની વાત કરીએ તો નીતા અંબાણીએ પોતાના ગળામાં હીરાનો હાર અને ત્રણ મોટા નીલમણિ થી શણગારેલી ઇયરિંગ્સ પહેરી હતી. આ સાથે નીતા અંબાણીએ ગુલાબી લહેંગા સાથે મેચિંગ બાંધણીનો દુપટ્ટો લીધો હતો આ સાથે તે વધુ આકર્ષક લાગી રહી હતી.

એણે હાથમાં હીરાની બંગડી ઓ પહેરી પોતાના લૂકને કમપ્લેટ કર્યો હતો. નીતા અંબાણી પોતાના દરેક પ્રસંગોમાં સાડી પહેરવાનું વધારે પસંદ કરે છે ત્યારે તેને ફરીવાર અનંત અંબાણીના મામેરા વિધિમાં પરંપરાગત રીતે સાડી પહેરી લોકોના પરિવાર દિલ જીતી લીધા હતા આ પરથી કહી શકાય કે અંબાણી પરિવારમાં તમામ સભ્યોમાં ખૂબ જ સંસ્કાર રહેલા છે આ કારણથી જ તેવા જ સતત આગળ વધી લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે હાલમાં તો નીતા અંબાણીનો આ લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.અને તમામ લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *