|

નીતા અંબાણીએ ગુલાબી પટોળામાં લોકોના દિલ જીતી લીધા હીરાજડિત સોનાથી કરવામાં આવ્યું છે ભરતકામ જુઓ આકર્ષક ફોટોશૂટ

નીતા મુકેશ અંબાણી, તેમના પરિવારના સભ્યો મુકેશ અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા અંબાણી, ઈશા અંબાણી અને આનંદ પીરામલ સાથે તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહ દરમિયાન મંચ પર હાજર રહ્યા હતા.નીતા અંબાણીએ ડાન્સ પર્ફોર્મન્સ દરમિયાન તેમના ભરતનાટ્યમ નૃત્યની આવડત દ્વારા મંત્રમુગ્ધ પ્રદર્શનથી સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. આ નૃત્ય પૂર્ણ થયા બાદ તમામ અંબાણી પરિવારના સભ્યોએ તાળીઓના ગડગડાટથી નીતા અંબાણીના ભરતનાટ્યમ નૃત્યના મન ભરીને વખાણ કર્યા હતા. અદભૂત ગુલાબી લહેંગામાં સજ્જ નીતા અંબાણીએ પરિવાર સાથે જુસ્સાથી ડાન્સ કર્યો હતો.મુકેશ અંબાની પણ સ્ટાઇલિશ નેવી બ્લુ કુર્તા પાયજામા સાથે મેચિંગ જેકેટમાં જોવા મળ્યા હતાં.

આ સાથે અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે તમામ પરિવારના સભ્યોએ શાહરુખ ખાનના લોકપ્રિય ગીત ઓમ શાંતિ ઓમ પર જોરદાર અને ધમાકેદાર ડાન્સ કરી તમામ મહેમાનોને ખુશ કરી દીધા હતા.આ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં સલમાન ખાન, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા સેલિબ્રિટી હાજર રહ્યા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની ઉજવણી બુધવારે મુંબઈમાં અંબાણી નિવાસ સ્થાને એન્ટિલિયા ખાતે મામેરુ સમારોહ સાથે શરૂ થઈ હતી. આ કપલ 12 જુલાઈના રોજ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. લગ્નના આગલા દિવસોમાં મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને વ્યક્તિગત આમંત્રણ આપ્યું હતું. અનંતે બોલિવૂડના આઇકન અક્ષય કુમાર અને અજય દેવગણને પણ આમંત્રણ આપી તેમના લગ્ન માટે આમંત્રિત કર્યા હતા. આ ફંકશનમાં નીતા અંબાણીએ પણ પોતાના માટે ગુલાબી લેંઘો અને પટોળા સાથે જોવા મળી હતી.

જે સાડીના પલ્લુની નકલ કરતી હોય તે રીતે દોરવામાં આવ્યો હતો.આ ક્રિએટિવ ડ્રેસ નીતાના ભવ્ય ડાન્સ થી પણ મેચ થતો હતો. નીતા અંબાણી ની આકર્ષકતાને વધુ સુંદર બનાવવા માટે હીરાજડિત દાગીના નો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.જેમાં એક સુંદર ગળાનો હાર, વીટી અને બંગડીઓનો સમાવેશ થાય છે. આ તમામ સોના દાગીના ની કિંમત આશરે કરોડોમાં બતાવવામાં આવી રહી છે જેમાં નીતા અંબાણી એ પોતાના સમગ્ર લૂકને કમ્પલેટ કર્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *