નીતા અંબાણીનો સિલ્ક સાડીમાં લુક જોઈ NMACC ના કાર્યક્રમમાં આવેલા તમામ દર્શકો જોતા જ રહી ગયા આ સાડી ની કિંમત જાણી તમે પણ વિશ્વાસ નહીં કરી શકો

આપ સૌ લોકો મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને તો ઓળખતા જ હશો. તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ને સફળ બનાવવા માટે અનેક સંઘર્ષો કર્યા છે મુકેશ અંબાણીની તમામ સફળતા પાછળ નીતાબેન અંબાણીનો અગ્રીમ ફાળો રહ્યો છે. નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર ને એક વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા સફળ બિઝનેસમેન હાજર રહ્યા હતા.

જોકે નીતા અંબાણી પોતાના લુકને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. નીતા અંબાણી હાલમાં જ સાડી પહેરી સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા તેનો લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે નીતા અંબાણીએ ખુબ સુંદર સાડી પહેરી છે તેમાં કરેલી હાર આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે નીતા અંબાણીની સાડી સાથે બિહારનો પણ અગ્રીમ ફાળો છે. આ સાડી ને તુષાર સાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે નીતા અંબાણી એ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

નીતા અંબાણીએ પહેરેલ નેકલેસને ગુત્તપુસલું નેકલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને કીમતી મોતી અને હીરાથી શણગારવામાં આવ્યા હતા. નીતા અંબાણી નો લુક જોઈ તમામ ચાહકો દંગ રહી ગયા હતા. નીતા અંબાણી ની આ સાડી બનાવવામાં ૪૦ દિવસ કરતાં પણ વધારે નો સમય લાગ્યો હતો.

નીતા અંબાણી યોજેલ એનએમસી કાર્યક્રમમાં ભારતીય લોક સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી તેમાં લોકસાહિત્યકાર અને લોકગાયક આદિત્ય દાન ગઢવી એ સંગીતની રમઝટ જમાવી હતી. નીતાબેન અંબાણી તથા મુકેશ અંબાણીએ તેના સૂરના મન ભરીને વખાણ કર્યા હતા. હાલમાં તો નીતા અંબાણીનો સાડી સાથે નો લુક સૌના દિલ જીતી રહ્યો છે તથા સોશિયલ મીડિયામાં તસવીરોએ ધૂમ મચાવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *