નીતા અંબાણીની નાની વહુ રાધિકા સીધા સાદા અને સરળ કપડામાં બ્રહ્મ ભોજન પીરસતી જોવા મળી…તસવીરો થઇ વાઇરલ
ભારત દેશના સફળ ઉદ્યોગપતિઓમાંના એક એવા મુકેશ અંબાણીને આજે કોણ નથી જાણતું મુકેશ અંબાણી તેમના કાર્યોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણી માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ ધાર્મિક રીતરિવાજો માં પણ હંમેશા આગળ રહે છે તેઓનું માનવું છે કે વ્યક્તિ ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરે પરંતુ પોતાના સંસ્કારો અને ધર્મ વગર અધુરો છે તેથી તે હંમેશા પોતાના સંસ્કારો ધર્મ અને ધાર્મિક રીતરિવાજ થી જોડાયેલા રહે છે.
તેવામાં હાલમાં જ 29 ડિસેમ્બર 2022 ના રોજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર એવા અનંત અંબાણીએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. મુકેશ અંબાણી દેશના ખૂબ જ મોટા ઉદ્યોગપતિ હોવાના કારણે આ સગાઈમાં
પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દેશ દુનિયામાં થી આવીને આ સગાઈમાં હાજર રહ્યા હતા. આટલા મોટા વ્યક્તિ હોવા છતાં તેમણે તેના દીકરાની સગાઈ ખૂબ જ સાદગી પૂર્વક કરી હતી જોકે તે બાદ તેણે તેના ઘર એન્ટિલિયામાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.
જેમાં સૌ લોકોએ ખૂબ જ આનંદ માણ્યો હતો. ત્યારબાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એ બંને ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ સાથે પૂજા કરતા નજરે પડ્યા હતા. આ કપલ એ ત્યારબાદ પોતાના આવનારા ભવિષ્ય માટે બ્રહ્માભોજ પુજારીઓ પાસેથી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અનેક લોકોએ કમેન્ટ્સ કરી સારા પ્રતિસાદ આપ્યા હતા. આ સગાઈને લઈ તસવીરો સોશિયલ મીડિયાના અનેક પેજ પર વાયરલ થઈ રહી છે.
આ ઉપરાંત ભગવાન શ્રીનાથજી ની પૂજા કર્યા બાદ મંદિરમાં પ્રસાદ પણ વેચવામાં આવ્યો હતો. આ પૂજા બાદ સૌ લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેના સમગ્ર પરિવાર સાથે નજરે પડ્યા હતા. જેમાં તેના પરિવારના દરેક સભ્યો જોવા મળ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી એક સારા ઉદ્યોગપતિની સાથે એક ગુજરાતી પરિવારમાંથી આવે છે તેથી તેમને આ સારા પ્રસંગે વધુ આનંદ ઉમેરવા માટે ગરબાની પણ રમઝટ જમાવી હતી. જેમાં સૌ લોકો સંગીતના તાલે ખૂબ ગરબા ઝૂમ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને પોતાના પોશાકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા રાધિકા મર્ચન્ટ બેંક અને પીચ કલરનું સરારા શૂટમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી તેમજ અનંત અંબાણી બ્લુ કલરનો કુર્તા પાયજામા માં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. સૌ લોકોએ સગાઈના અંતમાં બંનેને આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરી હતી.