અનંત અંબાણીના લગ્ન પહેલા નીતાબેન અંબાણી શિરડી સાઈનાથ મંદિરના દર્શન માટે પહોંચ્યા અને કરોડોનું કર્યું દાન મંદિરના ટ્રસ્ટ દ્વારા નીતાબેન અંબાણી નું થયું ભવ્ય સ્વાગત

હાલમાં અંબાણી પરિવારના વ્યક્તિઓ અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે થોડા સમય પહેલા આકાશ અંબાણી સિદ્ધિવિનાયકની મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે તેના નાના દીકરા સાથે અનંત અંબાણી ભગવાન શ્રી સિદ્ધિવિનાયકના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અંબાણી પરિવાર દેશમાં સૌથી અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી તેઓ અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. ત્યારે હાલમાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પોતાના દીકરાના લગ્ન પહેલાં શેરડીમાં આવેલ પ્રસિદ્ધ સાઈબાબાના મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.

હાલમાં જોકે ipl 2024 ચાલી રહી છે તેમાં નીતા અંબાણી ખૂબ વ્યસ્ત હોય છે છતાં પણ તમામ કામમાંથી પોતાનો સમય કાઢે ભગવાનના દર્શન માટે પહોંચ્યા હતા. એમનો આ ભક્તિ ભાવ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આવનારા સમયમાં જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે ત્યારે તેમના સુખી જીવન માટે શિરડીમાં આવેલા સાઈ દરબારમાં માથું ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આબાદ તેણે પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ માટે જીતના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.

જોકે હાલમાં મુંબઈ ઈન્ડિયન ટીમ ખૂબ સારું પ્રદર્શન કરી પોઇન્ટ ટેબલમાં આગળ વધી રહી છે. મુંબઇ ઇન્ડિયન્સની દરેક જીત પાછળ નીતા અંબાણીની પ્રાર્થનાનો ફાળો હોય છે આ જ કારણથી નીતા અંબાણી હાલમાં શિરડી સાઈનાથ મંદિરની મુલાકાત લીધી હતી. નીતા અંબાણી એ શિરડી સાઈનાથ ભગવાનની પૂજા નો પણ લાભ લીધો હતો તથા મંદિરના પૂજારીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ બાદ મંદિરના ટ્રસ્ટ દ્વારા નીતાબેન અંબાણીને ભગવાન સાઈનાથ ની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી તથા નીતાબેન અંબાણી માટે મંદિર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરી કોઈ પણ જાતની વ્યવસ્થા ના સર્જાય શિરડી સાઈનાથ મંદિર દરેક ભક્તો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતિક બની ગયું છે આ જ કારણથી નીતાબેન અંબાણીએ પોતાના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન પહેલાં શિરડી સાંઈનાથ મંદિરમાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *