NMACC ની પહેલી એનિવર્સરી દરમિયાન નીતાબેન અંબાણીએ ગુલાબી સાડી પહેરી સૌને જોવા મજબૂર કરી દીધા. સાડી ની કિંમત એક બે કરોડ નહીં પરંતુ….
આજના સમયમાં ભારતની સૌથી સફળ કંપની રિલાયન્સ બની ચૂકી છે તેમાં મુકેશ અંબાણી સાથે સાથે તેના પત્ની નીતાબેન અંબાણીનો પણ અગ્રિમ ફાળો રહ્યો છે નીતાબેન અંબાણી રિલાયન્સ કંપનીની સફળતામાં ખૂબ જ આગવી ભૂમિકા ભજવે છે. આજના સમયમાં શ્રેષ્ઠ નારીનું ઉત્તમ ઉદાહરણ નીતાબેન અંબાણીએ પૂરું પાડ્યું છે. નીતાબેન અંબાણી શ્રેષ્ઠ નારી હોવાની સાથે સાથે પોતાના આકર્ષક રૂપથી તમામ લોકોના દિલ જીતી લે છે. આ દરમિયાન એન.એમ.એસ.સી.સી એટલે કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર તેની પ્રથમ એનિવર્સરી દરમિયાન નીતાબેન અંબાણી એ પોતાના આકર્ષક રૂપથી સૌને મોહિત કરી દીધા હતા.

નીતા અંબાણી આટલી મોટી કંપનીના દાવેદાર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી તેથી જ તેઓ આ એનિવર્સરી દરમિયાન ભારતીય સંસ્કૃતિ પરંપરાગત પ્રમાણે સાડીમાં જોવા મળ્યા હતા પરંતુ આ સાડીએ દરેક લોકોના દિલ જીત્યા હતા. નીતા અંબાણીના દરેક પહેરવેશમાં કંઈક અજબ ગજબ દર વખતે જોવા મળે છે તેવી જ રીતે આ સાડીમાં પણ અનોખી કલા જોવા મળી હતી. આ સાડી ને સ્વદેશના કારીગરો દ્વારા ઝરી અને મલબેરી સિલ્કથી વણવામાં આવી હતી. આ ગુલાબી સાડી કોઈ અસામાન્ય ન હતી પરંતુ તેને બનાવવા માટે 40 દિવસ કરતાં પણ વધારે સમય લાગ્યો હતો. આ સાડીના બ્લાઉઝમાં પણ અલગ વણાટ કામ કરવામાં આવ્યું હતું.
નીતા અંબાણી એ આ સાથે સ્લીપ સ્ટેટમેન્ટ નેકલેસ પહેર્યો હતો જેમાં ભગવાન ગણેશની આકૃતિ દોરવામાં આવી હતી. તથા આ આકૃતિને મોંઘા નાના મોટા મોતી થી શણગારવામાં આવી હતી તેથી તેનો આ નેકલેસ સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. મુકેશ અંબાણી અને નીતાબેન અંબાણી દ્વારા શરૂ થયેલા આ કલ્ચરલ સેન્ટર સમગ્ર દુનિયામાં ડંકો વગાડી દીધો છે. આ મિશન સાથે જોડાયેલા 600 કરતાં પણ વધારે કારીગરોએ 700 થી વધુ અનેક જગ્યાએ શો કર્યા છે. આ સોને જોવા માટે 10 લાખથી પણ વધારે લોકો સેન્ટર પર પહોંચ્યા હતા.

આ મિશનને સફળ બનાવવા માટે નીતાબેન અંબાણી તથા તેના સમગ્ર પરિવારને અથાક સંઘર્ષો કર્યા છે. ત્યારબાદ નીતાબેન આ કાર્યક્રમમાં આપેલા ભાષણ એ સૌને મંત્રમુક્ત કરી દીધા હતા તથા લોકોને આ વિચાર પણ ખૂબ જ પસંદ આવ્યો હતો તેની પહેલા પણ 71 માં મિસ વર્લ્ડ પેજમાં નીતાબેન અંબાણીને માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં પણ તેણે પ્રખ્યાત ડિઝાઇનર એ ડિઝાઇન કરેલી બનારસી સાડી પહેરી હતી.

આ સાડીમાં સિલ્વર કલર ની પેટન સાડીની સુંદરતામાં વધારો કરી રહી હતી. 200 કરોડની કલગી નીતાબેન અંબાણીએ તેના બાજુબંધ પર પહેરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક લોકોને કલાક્ષેત્રે મજબૂત તથા જાગૃત કરવાનો રહ્યો છે જેમાં નીતાબેન અંબાણી તથા મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર ખૂબ પ્રયાસો કરી રહ્યો છે.
