ગુજરાતનું એક એવું માત્ર મંદિર કે જ્યાં મંદિરના પરિસરમાં એક બે નહીં પરંતુ મોટી સંખ્યામાં નાગદેવતા આપે છે દર્શન, આ મંદિરના ચમત્કાર તમે આજ સુધી નહીં સાંભળ્યા હોય
ભારત દેશ સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મ સાથે જોડાયેલો છે તેથી જ આજે ભારત દેશનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. સમગ્ર ભારત દેશમાં અનેક મંદિરો આવેલા છે જે ભારતની એક અલગ ઓળખ ઊભી કરે છે. ભારતના અનેક મંદિરોમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા જોડાયેલી છે. જ્યાં મંદિરોમાં ભગવાન કળિયુગમાં પણ હાજરા હજુર રહી અનેક ભક્તોની રક્ષા કરે છે.
ચોટીલામાં રાત્રે સિંહ ચામુંડા માતાના દર્શન કરવા માટે આવે છે તો છત્તીસગઢના એક મંદિરમાં રીંછ આ દુર્ગાના દર્શન કરવા માટે દરરોજ મંદિરમાં આવે છે આવી અનેક ચમત્કારની કથાઓ મંદિરો સાથે જોડાયેલી છે જે ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાને હંમેશા માટે જીવંત રાખે છે. હાલમાં એક એવા મંદિર નો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ખુલ્લામાં સાપ રખડતા જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે મંદિરના પરિસરમાં નાગદેવતાઓ જોવા મળે છે. આ મંદિરમાં માત્ર એક બે નહિ પરંતુ ખૂબ મોટી સંખ્યાઓમાં નાગદેવતાના નજીકથી દર્શન થાય છે. આ વીડિયોની અત્યાર સુધી 40,000 થી વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે. આ મંદિર ગુજરાત રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામે આવેલું છે. આ મંદિરમાં ખેતલાઆપા દરેક ભક્તોને દર્શન આપે છે. સમગ્ર ભારતનું આ એક એવું મંદિર છે કે જ્યાં નાગદેવતા દરેક ભક્તોને નજીકથી દર્શન આપે છે. આ મંદિર સાથે અનેક ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા જોડાયેલી છે ખેતલાઆપા દરેક ભક્તોને રક્ષા કરી તેમને આશીર્વાદ આપે છે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો લાઇક અને કોમેન્ટ કરી જય ખેતલાઆપા લખી રહ્યા છે. આ મંદિરમાં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ખેતલા આપાના દર્શન કરવા માટે પહોંચે છે. આ મંદિર આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે.