મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે તેમના દીકરા આકાશ અંબાણીએ મુંબઈમાં આવેલ પ્રસિદ્ધ બાબુલનાથ મંદિરની મુલાકાત લીધી જુઓ સુંદર તસવીરો
સમગ્ર ભારત દેશમાં મુકેશ અંબાણી અને તેની રિલાયન્સ કંપની ડંકો વગાડી રહી છે. તેમની સાથે સાથે તેમના પુત્રો પણ આ વારસો જાળવી રાખ્યો છે મુકેશ અંબાણી આટલા અમીર હોવા છતાં પણ પોતાના દરેક પુત્રો અને પુત્રીને સંસ્કાર અને સંસ્કૃતિ વિશેની સમજ આપી છે.
તેથી જ આજે ખૂબ જ મોટી સંખ્યામાં અંબાણી પરિવારને લોકો ચાહે છે. મુકેશ અંબાણી સાથે સાથે તેમના પુત્રો પણ અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે.

થોડા સમય પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો જન્મદિવસ હોવાથી તેમના પુત્ર આકાશ અંબાણીએ મુંબઈમાં આવેલ પ્રસિદ્ધ બાબુલનાથ મંદિર ની મુલાકાત લીધી હતી.
આ મંદિર સાથે અનેક ઇતિહાસ તથા ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા જોડાયેલી છે. પોતાના પિતાના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આકાશ અંબાણી આ મંદિર પહોંચ્યા હતા તથા ભગવાનના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આકાશ અંબાણી આ મંદિરમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતાં.વાયરલ તસવીરો માં આપ જોય શકો છો કે આકાશ અંબાણી બ્લુ કુર્તા અને લહેંગામાં જોવા મળી રહ્યા છે. તેમની સાદગી જોઈ ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા.
આકાશ અંબાણી આ મંદિરમાં થાળભેટ ધરાવી ભગવાનને રાજી કર્યા હતા તથા પૂજાપાઠનો પણ લાભ લીધો હતો. આ મંદિરમાં આકાશ અંબાણી માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ પણ જાતની વ્યવસ્થા ના સર્જાય.આ તસવીરો વાયરલ થતાની સાથે જ લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી મુકેશ અંબાણીના જન્મદિવસની શુભકામના પાઠવી હતી તથા આકાશ અંબાણીના સંસ્કારો ના વખાણ કર્યા હતા.