ભારત માટે ઓલમ્પિકમાં મેડલ જીતનારી મનુ ભાકર 22 વર્ષની ઉંમરમાં 22 દેશની મુલાકાત લઈ ચૂકી છે માત્ર એટલું જ નહીં પરંતુ… જુઓ તેમના જીવનની ભવ્ય સફળતા

પેરીસ ઓલમ્પિક આયોજિત 2024 માં ભારતના અનેક ખેલાડીઓ અલગ અલગ રમતમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ભારતીય શૂટર મનુ ભાકરે ઓલમ્પિક 2024 માં ઇતિહાસ રચી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. સૌપ્રથમ વાર બેક ટુ બેક બે મેડલ જીતનાર ભારતીય પ્રથમ મહિલા બની હતી. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ ભારતના લોકોએ મનુને શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ જીત માત્ર મનુ ની નહીં પરંતુ સમગ્ર ભારતવાસીની છે. મનુની ઓલમ્પિકમાં સફળતાની સાથે જ તેમની અનેક તસવીરો વીડિયો અને જીવનલક્ષી સમાચાર સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. મનુ ની ઉંમર માત્ર 22 વર્ષની છે પરંતુ આટલી નાનકડી ઉંમર માં તે અત્યાર સુધી 22 દેશોની મુલાકાત લઈ ચૂકી છે.

હા,મિત્રો મનુએ પોતાના એક વીડિયોમાં જણાવ્યું હતું કે તે અત્યાર સુધી પોતાના જીવનમાં 22 કરતાં પણ વધારે દેશોની મુલાકાત લઈ ચૂકી છે.જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, ચીન, દક્ષિણ કોરિયા, તાઇવાન, ક્રોએશિયા, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની જેવા અન્ય મોટા દેશોનો સમાવેશ થાય છે. આજના સમયમાં ઘણા લોકોનું એક દેશ ફરવાનું સપનું પણ પૂર્ણ થતું નથી તેવા સમયની વચ્ચે મનુએ માત્ર 22 વર્ષની ઉંમરમાં આટલા દેશોની મુલાકાત લીધી હતી. વાયરલ થયેલા વીડિયોમાં મનુએ આ તમામ 22 દેશના મુલાકાત ના અનુભવ પણ જણાવ્યા હતા સાથે તેમની તસવીરો પણ શેર કરી હતી.

આપને જણાવી દઈએ કે ઓલમ્પિક 2024માં ભવ્ય સફળતા બાદ હવે મનું 2 ઓગસ્ટ થી શરૂ થનાર 25 મીટર એર પિસ્ટન ઇવેન્ટમાં ભાગ લેશે. હવે મનુ પાસે સતત ત્રીજો મેડલ જીતવાની પણ તક છે. આ ખુશી ના સમાચાર માટે તમામ ભારતવાસીઓએ મનુને શુભકામનાઓ પાઠવી હતી તથા હંમેશા મનુ ની સાથે છે તેવી તૈયારીઓ પણ દર્શાવી હતી હાલમાં તો ચારે તરફથી મનુ માટે સાથ સહકાર મળી રહ્યો છે.

મનુએ ઓલમ્પિક 2024 માં સફળતા મેળવવા માટે ખૂબ જ સંઘર્ષો અને પાર કર્યા હતા. આ કારણથી તેમને જીવનના સંઘર્ષ વિશે પણ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ તેમના કોચ પણ મનુ ની સફળતા બાદ ખૂબ જ ભાવુક થતા જોવા મળ્યા હતા પરંતુ આ ક્ષણ દરેક ભારતવાસીઓ માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની ગઈ હતી

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *