|

રથયાત્રાના પાવન દિવસે કચ્છી કોયલ ગીતાબેન રબારી લાવવા જઈ રહ્યા છે પોતાનું નવું ગીત, જુઓ વીડિયોમાં ગીતની ઝલક

સાત જુલાઈ 2024 ના રોજ સમગ્ર ભારત દેશમાં રથયાત્રાની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેની તૈયારીઓ તમામ જગન્નાથ મંદિરમાં અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે જગતના નાથ ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ જશે અને લાખો ભક્તોના દુઃખ દૂર કરી તેમની મનોકામના પૂર્ણ કરશે. રથયાત્રાના પાવન તહેવાર નિમિત્તે કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી પોતાનું નવું ગીત લાવવા જઈ રહ્યા છે જેમાં ભગવાન જગન્નાથ પ્રત્યેનો ભાવ ખૂબ જ સુંદર રીતે ગીતાબેન રબારી એ પોતાના સુર થી રજૂ કર્યો છે.

આ ગીત રથયાત્રાના પાવન દિવસે રિલીઝ થશે જે માટે ગીતાબેન રબારી ના તમામ ચાહકોએ ખૂબ જ ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી જોકે ગીતાબેન રબારી હંમેશા ધાર્મિક પ્રસંગો નિમિત્તે પોતાના નવા ગીત રજૂ કરતા હોય છે ત્યારે હવે ફરીવાર જગન્નાથ રથયાત્રાના પાવન પ્રસંગ નિમિત્તે તેમનું નવું ગીત સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવશે.

ગીતાબેન રબારી ના દરેક ગીતો લોકોની વચ્ચે આજે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ગીતાબેન રબારી ભગવાન જગન્નાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ કારણથી જ છેલ્લા બે વર્ષોથી તે જગન્નાથ રથયાત્રાના દિવસે પોતાનું નવું ગીત લાવે છે આ ગીતમાં સંપૂર્ણ ભક્તિ આસ્થા અને ભગવાન પ્રત્યેનો ભાવ રજૂ થયો છે જે લોકોને ખૂબ જ ગમશે તેવી આશા ગીતાબેન રબારી એ વ્યક્ત કરી છે. આ ગીતનું ટાઇટલ જય જગન્નાથ જી રિલીઝ થતાની સાથે જ ચાહકોની આતુરતામાં વધારો થયો હતો.

દર વર્ષે રથયાત્રામાં ગીતાબેન રબારી ના ગીતો ધૂમ મચાવે છે તેવામાં આ વર્ષે પણ રથયાત્રાનો પાવન પ્રસંગ ગીતાબેન રબારીના અવાજથી ચમકી ઉઠશે. આ ગીતની થોડીક ઝલક ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં આપી હતી જેને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ છે અને ભરપૂર કોમેન્ટ કરી ગીત માટેની ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી તથા તેમના ચાહકોએ ગીતની સફળતા માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી ભગવાન જગન્નાથની કૃપા અને આશીર્વાદથી આ ગીત સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ જ પસંદ આવશે.

હાલમાં જોકે ગીતાબેન પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની મજા માણી રહ્યા છે તેથી તેઓ આ વખતે ભારતની રથયાત્રામાં ભાગ લઈ શકશે નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં હોવા છતાં પણ ગીતાબેન રબારી પોતાના નવા ગીત માટે તમામ ગુજરાતવાસીઓને સાથ સહકાર અને પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતવાસીઓએ ગીતાબેન રબારી નું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. આ કારણથી કહી શકાય કે તેમણે આજે સમગ્ર વિશ્વમાં પોતાના સુરથી દરેકના હૃદયમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *