શિવરાત્રીના દિવસ પર સારા અલી ખાન મહાદેવના દર્શન કરવા પહોંચ્યા, માથે ચંદન અને ગળામાં..
આખા દેશમાં 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓએ મહાદેવના દર્શન કર્યા હતા.બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા સૈફ અલી ખાન અને તેની પ્રથમ પત્ની અભિનેત્રી અમૃતા સિંહની પુત્રીએ મહા શિવરાત્રીના શુભ દિવસ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘જય ભોલેનાથ’ શબ્દો સાથેની તસવીરો અપલોડ કરી છે.
સારાને ભગવાન શિવની મૂર્તિની સામે બેઠેલી જોવા મળી હતી. તેના ઇસ્લામી અનુયાયીઓ, જો કે, આનાથી નારાજ થયા અને કાફિલો અથવા અવિશ્વાસુઓ સાથે સંકળાયેલા વ્યવહારમાં સામેલ થવા બદલ તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું.
સારા અલી ખાનની આ ફોટો પર ચાહકો ખૂબ જોવા મળી રહ્યા છે. તેની સાથે જ પોસ્ટ નીચે કમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ એવા પણ છે જે તેને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે, તમે આ મહાશિવરાત્રીમાં ખૂબ જ પ્રિય લાગી રહ્યા છો. બીજાએ એખ યુઝરે લખ્યું ‘જમીન સાથે જોડેલી છોકરી.. સારા અલી ખાન. અન્ય એક યુઝરે લખ્યું લવ યુ સારા અલી ખાન.’ એક યુઝરે લખ્યું કે, ‘સારા ખાન નામ હોવાથી કોઈ મુસ્લિમ હોતું નથી, ઇસ્લામનું પાલન પણ કરવું જોઈએ. તો અન્ય એક યુઝરે લખ્યું, ‘એક મુસ્લિમ એમ કઈ રીતે કરી શકે છે.