હનુમાન જયંતિની પૂર્વ સંધ્યા એ સાળંગપુર ધામ ખાતે લોક ગાયક કિર્તીભાઈ સાગઠીયા દ્વારા દાદાના ભજનો કીર્તનો અને ધૂન ગાય તમામ લોકો ને દાદાની ભક્તિમાં લીન કરી દીધા જુઓ સુંદર તસવીરો
શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામની પાવન ભૂમિ પર હનુમાન જન્મોત્સવના ઉત્સવ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક આમંત્રિત મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે દાદાની મહાઆરતી પુષ્પ વર્ષા અન્નકૂટ ઉત્સવ તથા અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાળંગપુર ધામમાં બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિને પુષ્પ વર્ષા અને લાઈટ ડેકોરેશન થી શણગારવામાં આવી હતી. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ દરેક ભક્તો માટે આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા નું પ્રતીક બની ચૂકી છે.
આ મૂર્તિ દરેક ભક્તો માટે દાદાની આસ્થામાં વધારો કરે છે તેથી જ આ મૂર્તિને કિંગ ઓફ સાળંગપુર નામ આપવામાં આવ્યું છે. હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડી હતી. દરેક લોકોએ શાંતિપૂર્વક દાદા ના દર્શન કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો.
પૂજ્ય સ્વામી શ્રી હરિ પ્રકાશદાસજી ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગર દાસજીના માર્ગદર્શનથી શ્રી હનુમાન જયંતીનો ઉત્સવ ૨૩ એપ્રિલના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં અનેક સ્વયંસેવકોએ સેવા કરી દાદા પ્રત્યેની ભક્તિ અદા કરી હતી. આ મહોત્સવ નિમિત્તે કિર્તીભાઈ સાગઠીયા દ્વારા દાદાના ભજનો કીર્તનો ધૂન ગાય ઉપસ્થિત તમામ ભક્તો અને દાદાની ભક્તિમાં લીન કરી દીધા હતા.
આ તમામ ઉત્સવનું આયોજન સાળંગપુર ધામના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભજન સંધ્યામાં તમામ ભક્તો દાદાના પ્રાંગણમાં એક સાથે બેસીને ભજન કીર્તન અને ધૂન નો અનેરો લાભ લીધો હતો ઉપસ્થિત તમામ મહેમાનો તથા ભક્તો માટે ઉતારાની પણ સગવડ કરવામાં આવી હતી.
આ સાથે સાથે લાખો ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં લોકો દ્વારા લાઈક અને કોમેન્ટ કરી લોકો જય શ્રી કષ્ટભંજન દેવ તથા જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.
11:0