|

વાંચન થી મળે છે વ્યક્તિને સફળતા

આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે ભણતર કરતાં ગણતર વધારે મહત્વનું છે તેવી જ રીતે લખવા કરતાં વાંચવું ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિને સતત વાંચવાની તથા શીખવાની ટેવ હોય છે.

તેથી જ આજના સમયમાં વાંચન ખૂબ જ જરૂરી બની ગયું છે એક આદર્શ વ્યક્તિ પોતાના જીવનમાં સારા વિચારોને કારણે જ સફળ થઈ શકે છે અને તે સારા વિચારો એક સારું પુસ્તક તથા સારું વાંચન જ આપી શકે છે. આપણી સામે આવતા પુસ્તકો તે માત્ર વાંચવા નહીં પરંતુ તે વાંચીને તેના પર વિચારો કરવા તેનો અર્થ જ વાંચન થાય છે. વાંચન એ સફળતાનો મુખ્ય પાયો છે. પુસ્તકે સફળતાના રસ્તામાં મળેલી એક અમૂલ્ય ભેટ છે જેના કારણે આપણા વાણી વ્યવહારમાં પણ ખૂબ જ મોટા પાયે સુધારો આવી શકે છે.

વાંચનથી આપણી અંદર રહેલી કલા તથા આવડતને વિકસાવી શકીએ છીએ. વાંચનથી આપણા સંસ્કારોમાં તથા જીવન વ્યવહારમાં સુધારો થાય છે. વાંચન એ જીવનમાં એક નવી દિશા આપે છે આપણી સામે આવતી તમામ મુશ્કેલીઓ આપણે સરળતાથી સામનો કરી શકીએ છીએ અને નવી શરૂઆત કરવા માટે તૈયાર પણ થઈએ છીએ. તેથી જ આપણા જીવનમાં વાંચવાનો એક ભાગ બનાવવો જોઈએ.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *