પેરિસની બજારોમાં નવા કપલ અનંત અને રાધિકાનો જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ, જુઓ વાયરલ તસવીરો
થોડા સમય પહેલા જ 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના ભવ્ય અને શાનદાર અંદાજમાં લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં દેશ વિદેશના તમામ બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી રમત જગતના ખેલાડીઓ તથા રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા રાજનેતાઓ સહિત તમામ સાધુ સંતો મહંતો ધર્મગુરુ યોગગુરૂ વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી આ લગ્ન પ્રસંગને યાદગાર અને ખાસ બનાવ્યો હતો.

આ લગ્ન બાદ 13 જુલાઈ ના રોજ નવદંપત્તિ માટે આશીર્વાદ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવાર સાથે મર્ચન્ટ પરિવાર સહિત તમામ વડીલો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ અનંત અને રાધિકાને લગ્નજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારબાદ 14 જુલાઈના રોજ રિસેપ્શન પાર્ટી એટલે કે મંગલ મહોત્સવના આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ દેશ-વિદેશની તમામ સેલિબ્રિટી હાજર રહી હતી.
આ લગ્ન બાદ અનંત રાધિકા પોતાના વતન જામનગર પહોંચ્યા હતા અને ત્યાંથી હવે આ કપલ પેરિસમાં જોવા મળી રહ્યું છે જ્યાં તેઓ ઓલમ્પિક માં ભાગ લઈ રહેલ તમામ ખેલાડીઓનો આત્મવિશ્વાસ પ્રોત્સાહન વધારી રહ્યા છે. આ સાથે મુકેશ અંબાણી નીતા અંબાણી ઈશા તથા તેમના જમાઈ આનંદ પિરામલ પણ જોવા મળ્યા હતા. પરંતુ તમામ લોકોની નજર નવા કપલ અનંત અને રાધિકા પર જોવા મળી રહી છે આ કપલ એ પોતાના રોમેન્ટિક અંદાજથી તમામ લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા.

આ વાયરલ વિડીયો અને તસવીરોમાં આપ જોઈ શકો છો કે કપલ એ પોતાના લુક થી ધૂમ મચાવી દીધી હતી જેમાં અનંતે ફ્લોરલ પ્રિન્ટનો લૂઝ શર્ટ અને શોર્ટ્સ પહેર્યા છે, જ્યારે રાધિકાએ લોંગ સ્કર્ટ અને હાફ સ્લીવ શર્ટ પહેર્યો છે. બંને લોકો એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે આ જોડીને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ પસંદ કરી હતી.પેરિસની ગલીઓમાં પતિ અનંતનો હાથ પકડીને રાધિકા ખૂબ જ પ્રેમાળ અંદાજમાં ચાલતી જોવા મળે છે. મેકઅપ વગર પણ આ તસવીરોમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી છે બંને લોકોની સાદગી એ ચાહકોના દિલ જીતી લીધા હતા.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર એ પેરિસમાં ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું. જેનું ઉદ્ઘાટન ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવ્યું હતું. આ ઇન્ડિયા હાઉસમાં નવું કપલ અનન્ત અને રાધિકા પ્રવેશતા જોવા મળે છે જ્યાં તેમનું ઢોલ નગારા અને શરણાઈ સાથે ભારતીય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નજારો જોતા તમારું દિલ પણ ખુશ થઈ જશે આજે વિદેશની ધરતીમાં પણ ભારતીય પરંપરાગતને ફરીવાર ઉજાગર કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે આ ઇન્ડિયા હાઉસ અંબાણી પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું છે જે દેશ-વિદેશના તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ સાથે જ ભારત માટે વધારે એક ગર્વની ક્ષણ બની હતી જેમાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પ્રથમવાર ઓલમ્પિક એસોસિયેશનના સભ્ય બન્યા હતા આ સમાચાર સોશિયલ મીડિયામાં શેર થતા ની સાથે જ તમામ લોકોએ નીતા અંબાણીને શુભકામનાઓ પાઠવી હતી. અંબાણી પરિવાર હમેશા દેશ સેવાના કાર્યમાં પોતાનો અગ્રિમ ફાળો આપતો રહ્યો છે આ વાત જ આપણા સૌ માટે ખૂબ જ ગર્વ ની છે.