7 કિલો ચાંદી અને 1 કિલો સોનાથી તૈયાર થઇ છે રામ મંદિરની પાદુકા, 19 એ પહોંચશે અયોધ્યા – અહી જાણો વિગતે
હવે ટૂંક જ સમયમાં રામ ભક્તોની આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પધારવા જઈ રહ્યા છે. આ એક ઉત્સવ જેવો જ માહોલ ભારત દેશમાં બની રહ્યો છે જેની નોંધ સમગ્ર વિશ્વ લેવા જઈ રહ્યું છે. રામ મંદિર બનાવતા તમામ સેવકો પણ તેજ ગતીએ મૂર્તિ પ્રતિષ્ઠા ની તૈયારી કરી રહ્યા છે. ભગવાન શ્રીરામના અયોધ્યા મંદિર માં 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે તેમની ચરણ પાદુકા પણ અયોધ્યા મંદિરમાં રાખવામાં આવશે.
પરંતુ, આ પહેલા ચરણ પાદુકા સમગ્ર દેશભરમાં પરિભ્રમણ કરવામાં આવી રહી છે ત્યારે તેમની ચરણ પાદુકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જ 19 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા પહોંચશે જ્યાં તેમની પૂજા અર્ચના કરી ભગવાન શ્રીરામની મૂર્તિ આગળ મૂકવામાં આવશે તે પહેલા સોમનાથ જ્યોતિર્લિંગ દ્વારકાધીશ મંદિર તથા બદ્રીનાથ લઈ જવામાં આવશે. આ બધા જ મંદિરોમાં ચરણ પાદુકાની પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સોના અને ચાંદીથી બનેલી ભગવાન શ્રીરામની આચરણ પાદુકા હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીય બનાવી છે. જેને ગુજરાતના અમદાવાદમાં લાવવામાં આવી હતી.
આ ચરણ પાદુકા સાથે શ્રીચલ નિવાસે 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણ દિન મંદિર ની પરિક્રમા પણ કરી છે. આ ચરણ પાદુકાની વિશેષતા એ છે કે, એક કિલોગ્રામ સોના અને સાત કિલોગ્રામ ચાંદીમાંથી બનાવવામાં આવે છે. અયોધ્યા મંદિરનું નિર્માણ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાણી તૈયારીઓ 15 જાન્યુઆરીથી જ શરૂ કરી દેવામાં આવશે જેથી કરીને મૂર્તિ પ્રતિષ્ઠામાં આવતા ભક્તોને કોઈ પણ જાતની અગવડ ના પડે અને તેની માટે લાખો સ્વયંસેવકો પોતાની સેવા આપવા માટે તૈયાર રહેશે.
તેની સાથે સાથે પોલીસ તથા અન્ય ટીમો પણ ત્યાં હાજર રહેશે ભવ્ય મંદિરમાં પ્રાર્થના કક્ષ રામકથા કુંજ વૈદિક પાઠશાલા સંત નિવાસી હતી. નિવાસ સંગ્રહાલય અને અન્ય આકર્ષક ના કેન્દ્રો પણ બનશે આ ભવ્ય રામ મંદિર દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિરમાં સામેલ થશે જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે. આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 5 ઓગસ્ટ 2020 ના દિવસે આધાર શિલાના રૂપમાં ચાંદીની ઇટથી આ મંદિરના બાંધકામની શરૂઆત ને આગળ ધપાવી હતી.
અયોધ્યાનો આ ભવ્ય રામમંદિર 2.7 એકર ભૂમિમાં બનવા જઈ રહ્યું છે. આ મંદિર નિર્માણના પથ્થરો રાજસ્થાનના બંસી પર્વતમાંથી લાવવામાં આવ્યા છે. આગળના સમયમાં આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસથા લઇ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવશે. અયોધ્યા માં ભગવાન રામ મંદિરના રાજકોટના શાપરમાં બનાવવામાં આવેલ ધ્વજ દંડ લગાવવામાં આવશે આ ધ્વજ 5.30 ટનનો બનાવવામાં આવ્યો છે અયોધ્યા રામ મંદિરના ધ્વજ સ્તંભમાં બનાવવામાં રાજકોટનું શાપર ભાગીદાર બન્યું છે.