આને કહેવાય કઠિન સંઘર્ષ!! રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં રહેતી પરી બ્રિશોઈ સન્યાસી જીવન જીવી તનતોડ મહેનત કરી IAS બનવાનું સપનું સાકાર કર્યું સંઘર્ષ ગાથા સાંભળી તમારી આંખમાંથી પણ આંસુ નીકળી જશે

સમગ્ર ભારતમાંથી અનેક લોકોને યુપીએસસી ની પરીક્ષા પાર કરી સફળ થવાનું હોય છે જોકે આ પરીક્ષા ખૂબ જ કઠીન હોય છે. અનેક વિદ્યાર્થીઓ પોતાના તમામ સુખને છોડી આ પરીક્ષા પાર કરતા હોય છે તેની માટે અનેક સંઘર્ષો ખેડવા પડે છે ત્યારે યુપીએસસીમાં દરેક વિદ્યાર્થી સફળ થઈ શકે છે. Upsc ને પાર કરવા માટે આવતા કોચિંગ ક્લાસ ની ફીસ પણ ઘણી મોંઘી હોય છે જેથી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ આ ક્લાસીસ કરી શકતા નથી. પરંતુ તેઓ જાતે જ સંઘર્ષ કરી પોતાના સપનાને સાકાર કરતા હોય છે.

આજે એક એવી જ કહાની આપને સંભળાવા જઈ રહ્યા છીએ કે જે વિદ્યાર્થીનીએ પોતાના પગ પર ઉભા રહી તેના સપનાઓને સાકાર કર્યા છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં રહેતી પરી બ્રિશોઇ સન્યાસી જીવન જીવી તનતોડ મહેનત કરી આઈએએસ બનવામાં સફળ રહી છે.તેના પિતા વકીલ જ્યારે માતા જી આર પી માં પોલીસ અધિકારી તરીકે કાર્ય કરે છે માતા અને પિતાની પ્રેરણા અને સાથ સહકારથી દીકરી આઈએએસ બનવામાં સફળ રહી હતી.

પરીના અભ્યાસની જો વાત કરવામાં આવે તો તેનું શાળાકીય શિક્ષણ તેણે અજમેરની સેન્ટ મેરી કોવોએન્ટ માંથી પૂર્ણ કર્યું હતું. આ બાદ તેણે ગ્રેજ્યુએશન દિલ્હીની કોલેજમાં પૂર્ણ કર્યું હતું. આ બાદ તેણે એમડીએસ યુનિવર્સિટી માંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી તેથી જ તેના સપનાઓની ઉડાન પણ ઘણી ઊંચી હતી.

તમામ અભ્યાસ પૂર્ણ થયા બાદ તેણે આઈએએસ બનવાનું સપનું જોયું હતું અને આ સપનું પૂરું કરવા માટે તેને તમામ સંઘર્ષોને પાર કર્યા હતા. આ મુકામા સફળ થવા માટે તેણે સંપૂર્ણપણે ફોન તથા અનેક સુખોનો ત્યાગ કરી દીધો હતો. જેથી કરી તેનું લક્ષ આઈએએસ બનવા સુધી પહોંચી શકે. તમામ મોહ માયા તથા સુખ સંસારનો ત્યાગ કરી પરીએ પરીક્ષા પાર કરી હતી. ધીરે ધીરે તેને સાધુ સમાન જીવન જીવવાનું શરૂ કરી દીધું હતું.

શરૂઆતમાં તેને બે પ્રયાસ દરમિયાન સફળતા મળી ન હતી પરંતુ તેને હાર ના માની અને આગળ વધવાનું નક્કી કર્યું. આખરે તેણે ઓલ ઇન્ડિયામાં 30 મો રેન્ક મેળવ્યો. આ બાદ તેનું આઈએએસ બનવાનું સપનું પૂર્ણ થયું. આની પહેલા પરીએ અનેક સફળ પરીક્ષાઓ પાર કરી છે.

પરીએ પોતાના અનુભવ જણાવતા કહ્યું કે મને શરૂઆતમાં અંગ્રેજી ફાવતું ન હતું. આજ મારી સૌથી મોટી નબળાઈ હતી પરંતુ હું તેનાથી ડરી નહીં અને મેં સતત પ્રયત્નો શરૂ રાખ્યા. હું જે અભ્યાસ કરતી હતી ત્યાં તમામ લોકો અંગ્રેજી બોલતા હતા પરંતુ હું એક જ હિન્દી બોલતી હતી તેથી મને ઘણી શરમ લાગતી હતી પરંતુ મેં અંગ્રેજી શીખવાના અનેક પ્રયાસો કર્યા આજે હું કડકડાટ અંગ્રેજી વાંચી અને બોલી શકું છું. કોઈપણ કાર્ય સતત કરવાથી આપણને એક દિવસ સફળતા જરૂર મળે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *