કડી ખાતે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવીએ ભજન અને લોક સંગીત ની રમઝટ જમાવી,રૂપિયાની ભરેલી ટાંકીથી પૈસાનો એવો વરસાદ થયો કે જોનારા દંગ રહી ગયા જુઓ વાયરલ તસવીરો
લોક કલાકારોની દુનિયામાં કિર્તીદાન ગઢવી પ્રથમ સ્થાન ધરાવે છે તેને પોતાના સુરતી માત્ર ગુજરાતીઓને જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના લોકોને ગર્વ અપાવ્યું છે. કિર્તીદાન ગઢવી ના રાસ ગરબા આજે પણ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે નવરાત્રીના સમયમાં વિદેશની ધરતીમાં કિર્તીદાન ગઢવી પોતાના સુર થી દરેક લોકોને જુમાવતા હોય છે. કિર્તીદાન ગઢવી ના અનેક ગીતો પણ લોકોની વચ્ચે લોકપ્રિય બન્યા છે તેમાં મોગલ છેડતા કાળો નાગ સાહેબો ગોવાળિયો જેવા અનેક ગીતો આજે પણ લોકોના દિલ જીતી લે છે.
કિર્તીદાન ગઢવી ના અનેક કાર્યક્રમો ચર્ચાનો વિષય બની જતા હોય છે.હાલ માં જ કડીની પાવનભૂમિમાં ગોગા મહારાજના આશીર્વાદથી ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવીએ પોતાના સુરથી તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ડાયરામાં કિર્તીદાન ગઢવી અનેક ભજન તથા લોકસંગીતો ગાય દરેક લોકોને મન મૂકીને નચાવ્યા હતા.
આ ડાયરામાં કિર્તીદાન ગઢવી ની ઝલક જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા તથા કિર્તીદાન ગઢવીના સૂરને વધાવા માટે લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં અનેક લોકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા લોકોએ જયશ્રી ગોગા મહારાજ લખી કોમેન્ટ કરી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કિર્તીદાન ગઢવી અનેક ગીતો ગાય દરેક લોકોને મજા કરાવી હતી આ બાદ મંદિરના મહંત શ્રી એ કિર્તીદાન ગઢવી પર પૈસાનો વરસાદ કર્યો હતો. ઘણા લોકોએ રૂપિયાથી ભરેલી ટાંકી કિર્તીદાન ગઢવી પર ઠલવી રહ્યા હતા. એક ગુજરાતના કલાકાર તરીકે આટલી લોકપ્રિયતા મળવી આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે.
કિર્તીદાન ગઢવી આજે પોતાના સુર થી માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે કલાકાર ક્ષેત્રે તેમને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. હાલમાં તો કડી ખાતે યોજાયેલ પરમ કૃપાળુ શ્રી ગોગા મહારાજના સાનિધ્યમાં કિર્તીદાન ગઢવીએ લોક ડાયરાની રમઝટ જમાવી દરેક લોકોને તેના સૂરમાં લીન કરી દીધા હતા.