|

શ્લોકા મહેતાના અદભુત દેખાવ સાથે સંગીત સંધ્યાની તસવીરો આવી સામે, આ લૂક સાથે ડાન્સ માં મચાવી ધૂમ

શ્લોકા મહેતાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીતમાં દરેક લોકોને પોતાના લુક થી દિવાના બનાવી દીધા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા અંબાણી આજે પોતાની સુંદરતાથી બોલીવુડની અભિનેત્રીને પણ પાછી પાડે છે. આ વચ્ચે તે અનંત અંબાણીના લગ્ન પહેલા ના ફંકશનમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે.શ્લોકા મહેતાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સંધ્યામાં પોતાના આકર્ષક લુક સાથે હાજરી આપી હતી. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ સંગીત સંધ્યામાં શ્લોકા અંબાણી ચમકી ઉઠી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે પરંતુ તે પહેલા ભવ્ય રાસ ગરબા અને સંગીત સંધ્યાનું અંબાણી પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું.સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ અને શ્લોકાની બહેન દિયા જતીન મહેતાએ ઈન્સ્ટાગ્રામ પર શ્લોકા અંબાણીની ખૂબ જ આકર્ષક અને સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અંબાણીની પરિવારની મોટી વહુ પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ડિઝાઈનર તમરા રાલ્ફ દ્વારા ડિઝાઈન કરેલા સિલ્વર આઉટ ફીટમાં ચમકી ઉઠી હતી.

તેમાં જ્વેલરી નો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે વાયરલ તસવીરમાં આપ જોઈ શકો છો કે તેમણે ગળામાં સિલ્વર હાર તથા કાનમાં ઇયરિંગ્સ પહેરી છે. આ લુક ને વિશિષ્ટ રીતે બનાવવા માટે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પદુકોણ અને કરીના કપૂરે ખૂબ જ મદદ કરી હતી. આ બાદ સલોકા અંબાણીએ આકર્ષક અંદાજમાં અલગ અલગ પોઝ આપ્યા હતા. તસવીરોમાં આ લુક ને પૂર્ણ કરવા માટે અભિનેત્રી દીપિકા પદુકોણ મદદ કરી રહી છે.

આ બાદ સમગ્ર અંબાણી પરિવાર સાથે સ્લોકા અંબાણી શાહરુખ ખાનની ફેમસ મુવી ઓમ શાંતિ ઓમના ગીત પર નાચતી જોવા મળી હતી જેમાં તેના ડાન્સ સાથે આ લૂક પણ ધૂમ મચાવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ આગળના થનારા તમામ ફંકશનમાં શ્લોકા અંબાણીએ પોતાના માટે અનેક આઉટ ફીટ તૈયાર કર્યા છે જેની તસવીરો પહેલેથી જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે પરંતુ હાલમાં તો તેમના આકર્ષક અંદાજને જોતાની સાથે જ તમામ લોકોએ તેના ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *