પોલેન્ડ ની યુવતી નું દિલ આવ્યું જુનાગઢના એક યુવક પર વિદેશના પીઝા મૂકી પોલેન્ડની યુવતી શીખી રહી છે બાજરાના રોટલા સાથે સાથે ખેતી કામ પણ

હાલ સમગ્ર દેશમાં અનેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ રહ્યા છે. તેવામાં લગ્નની એવી ખબર સામે આવતી હોય છે જેને સાંભળીને કે જોઈને આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ. આપણે સૌ લોકો જાણીએ છીએ કે પ્રેમ આંધળો હોય છે પ્રેમ ને કોઈ પણ જાતની સીમા નડતી નથી. આજ કારણે અનેક એવા અનોખા કિસ્સા લગ્નને લઈ સામે આવતા હોય છે. હાલમાં તો વિદેશના યુવક કે યુવતીઓ ભારતીય લોકો સાથે લગ્ન કરવાનું વધારે ઈચ્છતા હોય છે ત્યારે હાલમાં જ એક એવી ઘટના ગુજરાતના જુનાગઢ જિલ્લામાંથી સામે આવી છે આ યુવક જુનાગઢ જિલ્લામાં આવેલા ખાડિયા ગામમાં રહે છે કે જેનું નામ અજય અખેડ છે.

જેવો છ માર્ચ 2024 ના રોજ પોલેન્ડની યુવતી એલેક્ઝાન્ડર પાઉચકા સાથે લગ્ન કરી લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. આ પ્રેમ કહાની ને જો વિસ્તારપૂર્વક વાત કરીએ તો જૂનાગઢનો એક યુવક અજય પોલેન્ડ ભણવા માટે ગયો હતો. જ્યાં તેમને બેંકમાં નોકરી મળી હતી પરંતુ તેના ભણતર અને નોકરી દરમિયાન તેનો પરિચય પોલેન્ડમાં રહેતી એક યુવતી સાથે થયો હતો. જે સ્પેશિયલ ટેકનીશીયન તરીકે કામ કરતી હતી ત્યારબાદ બંને લોકોની નજર મળતા લોકો એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. આ પ્રેમ સંબંધને લગ્ન સંબંધમાં લાવવાનું નક્કી કર્યું હતું. બંને લોકોએ પોલેન્ડમાં અનેક જગ્યાએ ફર્યા હતા. ત્યારબાદ અજય ભારત આવીને આ વાત તેના પરિવારજનોને જણાવી પરંતુ અજય તેના પરિવારનો એકનો એક દીકરો હોવાથી તેની ઈચ્છા સંપૂર્ણ ભારતીય રીતરિવાસથી તેના લગ્ન થાય તેવી હતી.

ત્યારબાદ યુવતીના પરિવાર પણ આ લગ્ન માટે સહમત થયા અને તેઓ પણ લગ્ન કરવા માટે ભારત આવ્યા હતા તેના સમગ્ર પરિવારે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા. આયુ તે પોતાના સમગ્ર પરિવાર સાથે ભારતના જૂનાગઢ શહેરમાં આવી હતી. આ બંને લોકોના લગ્ન ગુરુદેવ બાપુ ની ઝૂંપડી ખંડિયા મુકામે થવાના છે આ લગ્નમાં બંનેના પરિવારજનો ઉપસ્થિત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

આ યુવતી ને વિદેશી મોહમાયા મૂકી ભારતીય રીત રિવાજો તથા સંસ્કૃતિઓ ખૂબ જ પસંદ આવી હતી તથા તેની સાથે સાથે દેશી ભોજન પણ આ યુવતીને ખૂબ જ પસંદ આવ્યું હતું તે કહી રહી છે કે મને દેશી રોટલા રોટલી તથા શાકભાજી ખૂબ જ પસંદ આવે છે હું તેને બનાવવાનું શીખવા માંગું છું ત્યારબાદ આયુ તે ભારતીય પહેરવેશ પહેરી ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

એક વ્યક્તિ કોમેન્ટ કરતા જણાવી રહ્યો છે કે વિદેશી સંસ્કૃતિ મુકી ભારતીય સંસ્કૃતિ અપનાવી ખૂબ જ ગર્વની વાત છે આ લુકમાં આ બહેન ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ અનોખા લગ્ન સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયા હતા તથા આ સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા હાલમાં તો આ બંને લોકો લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે તથા યુવતી નો સમગ્ર પરિવાર ભારતના જૂનાગઢ શહેરમાં જ વસવાટ કરી રહ્યો છે આ લગ્ન પૂર્ણ થયા બાદ યુવતી નો પરિવાર ફરી પાછો પોલેન્ડ જવા રવાના થશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *