નેપાળમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 18 મુસાફરો સાથે પત્ની અને બાળકો સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા, મોતના દ્રશ્યો જોતા તમે હચમચી જશો
હાલના સમયમાં દેશ વિદેશમાં અનેક પ્લેનની દુર્ઘટનાઓના સમાચાર સામે આવતા હોય છે જેમાં અનેક પરિવારજનોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે હાલમાં જ નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24 જુલાઈ બુધવારના રોજ 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પ્લેન પેસેન્જર અને કાઠમંડુથી પોખરા લઈ જઈ રહ્યું હતું. પરંતુ ટેકોફના સમયે કોઈ કારણોસર પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. આ અકસ્માત નો દર્દ જનક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

જેને જોઈને તમારા પણ રુવાડા ઊભા થઈ જશે. આ પ્લેનના પાયલેટને પણ ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી તેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે અન્ય સમાચાર સામે આવ્યા છે કે એક જ પરિવારના ત્રણ લોકોના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. મળતા સમાચાર અનુસાર ફ્લાઈટ મેન્ટેનેટ સ્ટાફ મનુરાજ શર્મા અને તેની પત્ની બાળકો સહિત ત્રણ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. માહિતી અનુસાર મનુરાજ શર્માની પત્ની સરકારી અધિકારી હતી. ઉર્જા મંત્રાલયમાં સહાયક કોમ્પ્યુટર તરીકેની ફરજ સરકારી ક્ષેત્રે બજાવી રહી હતી.

આ દુર્ઘટનામાં 17 લોકો સોર્ય એરલાઇન્સ ના સ્ટાફ હતા. આ દુર્ઘટના માં 34 વર્ષીય કેપ્ટન નો જીવ બચી ગયો હતો. આ પ્લેન દુર્ઘટના અનેક મુસાફરોને બચાવ કામગીરીની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જેમાં અનેક મુસાફરોનો બચાવ શક્ય બન્યો હતો જ્યારે અન્ય મુસાફરો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલા હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી જેથી કરી તમામ મુસાફરોનો જીવ બચી શકે.

હાલમાં આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ મુસાફરોની સારવાર ચાલી રહી છે જેમાંથી હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ વિમાન 2003માં બનાવવામાં આવ્યું હતું જેનું સમારકામ કરવા માટે તેને લઈ જવામાં આવી રહ્યું હતું પરંતુ અચાનક જ પ્લેન લેન્ડિંગ થતા કોઈ કારણોસર આ મોટી દુર્ઘટના બની હતી જેમાં અનેક પરિવારજનો અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો જ્યારે અન્ય લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
માહિતી અનુસાર છેલ્લા 30 વર્ષમાં 28 પ્લેન અકસ્માતની ઘટના સામે આવી છે. આ પહેલા વર્ષ 2023 ની ઘટનામાં 68 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા ત્યારબાદ હવે ફરીવાર નેપાળની આ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુને ભેટ્યા હતા ત્યારે અન્ય લોકોની સારવાર ચાલી રહી છે હવે જોવાનું એ રહ્યું કે મૃત્યુ આંક આ દુર્ઘટનામાં કેટલે સુધી પહોંચી શકે છે. હાલમાં તો આ દુર્ઘટના માટે અનેક લોકોએ સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા મૃતકોના પરિવારજનો માટે પ્રાર્થના કરી હતી તથા તમામ મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.