IPL 2024 વિજેતા ટીમ KKR ના આ ખેલાડી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા, પત્ની ની સુંદરતા એવી કે જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો જાણો છો કે ipl 2024માં શાહરુખ ખાનની ટીમ કોલકાતા એ ત્રીજી વાર ipl ટ્રોફી જીતી છે. આ જીતની ઉજવણી કોલકત્તાની સમગ્ર ટીમ એ ખુબજ શાનદાર રીતે કરી હતી. આ માહોલ વચ્ચે વધુ એક ખેલાડીના ખુશીના સમાચાર સામે આવ્યા છે. કોલકત્તાની ટીમમાંથી રમી રહેલા વેંકટેશ ઐયર ફાઇનલમાં હીરો બન્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ કોલકત્તા ની ટીમ આ ખેલાડીને કારણે ફાઇનલ જીતવામાં સફળ રહી હતી.
આ જીતની ઉજવણી બાદ ઐયરના જીવનમાં વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા હતા. રવિવાર બે જૂન 2024 ના રોજ ખેલાડીએ શ્રુતિ રઘુનાથન સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ બંને લોકોએ ગયા વર્ષે જ સગાઈ કરી હતી ત્યારબાદ હવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે.વેંકટેશ ઐયર ક્રિકેટની દુનિયામાં સફળ છે તો તેમના પત્ની ફેશન સ્ટાઇલની દુનિયામાં ખૂબ જ સફળ રહ્યા છે.
વેંકટેશ ઐયર ના પત્ની લાઈફ સ્ટાઈલ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોરમાં નોકરી કરે છે. લગ્નના આ સમાચાર મળતાની સાથે જ વેંકટેશ ઐયર ના ચાહકોએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખૂબ શુભકામના પાઠવી હતી તથા તેની તસવીરોને પણ ખૂબ મોટી સંખ્યામાં લાઈક કરી હતી. તસવીરો માં જોઈ શકો છો કે બંને લોકો એકબીજાને હાર પહેરાવી રહ્યા છે આ સાથે સાથે વડીલોના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
બંને લોકોની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લગ્ન દરમિયાન તેમના પરિવારજનો અને સગા સંબંધી મિત્રો જોવા મળી રહ્યા છે. શ્રુતિ એ બીકોમ ની ડિગ્રી મેળવી છે. આ બાદ તેણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી માંથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પરંતુ શ્રુતિને રમતગમતમાં પણ ખૂબ જ રસ છે. શ્રુતિ માત્ર લાઈફ સ્ટાઈલમાં નહિ પરંતુ બેડમિન્ટનમાં પણ ખૂબ જ સફળ ખેલાડી છે. આથી કહી શકાય કે બંને લોકો રમત ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવે છે.