પોપટભાઈના લગ્ન પહેલા તેમના વૃદ્ધ દાદીએ ગીત ગાતા કાકી થયા ભાવુક, જુઓ શેર કરેલો આ વિડીયો
ગુજરાત રાજ્યમાં અનેક સમાજ સેવકો સેવાના કાર્યોમાં ખૂબ જ આગળ આવી રહ્યા છે તેમાં પણ સમાજસેવાના કાર્યોમાં ખજૂર ભાઈ તથા પોપટભાઈ નામના આ બંને યુવાનો સેવા કાર્યમાં હંમેશા આગળ રહે છે તેમાં પણ થોડા સમય પહેલા જ નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. તેની સાથે સાથે પોપટભાઈ આહીર પણ પોતાના લગ્ન જીવનના બંધનમાં બંધાયા હતા તેમના ચાહકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં રહ્યા છે.
તેમના ચાહકો હંમેશા તેમના કાર્યમાં પૂરતો સાત સહકાર આપી તેમના પર પ્રેમ વરસાવે છે. લગ્ન કર્યા બાદ અનેક લોકોએ તેમને લગ્નની શુભકામના પાઠવી હતી. પોપટભાઈ હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે. તે પોતાના સમાજ સેવાના કાર્યો ના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. જેથી કરીને લોકો સમાજ સેવાના કાર્ય પ્રત્યે જાગૃત થઈ સેવા કાર્ય કરી શકે. ત્યારે તેણે પોતાના લગ્નને લઈ સોશિયલ મીડિયામાં અનેક વિડિયો શેર કર્યા હતા.
જેમાં તેમના ચાહકોએ ખૂબ લાઈક કરી ઘણી બધી કમેન્ટ્સ કરી હતી. ત્યારે થોડા સમય પહેલા જ તેમણે એક લગ્ન નો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તેમના દાદી લગ્ન ગીતો ગાતા જોવા મળી રહ્યા છે. આ લગ્ન ગીત સાંભળી આસપાસના લોકો પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. વીડિયો શેર કરતા પોપટભાઈ લખ્યું છે કે, દાદીમા એ ગીત ગાતાની સાથે જ મારા કાકી પણ ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.
પોપટભાઈ આહીર હંમેશા તેમના દાદી સાથેના વિડિયો પણ શેર કરતા હોય છે. તથા તેમની સાથે મસ્તી કરતા જોવા મળે છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે પોપટભાઈ તેમના વૃદ્ધ દાદી પાસે જાય છે અને તેમને લગ્ન ગીત ગાવા માટે કહે છે. જેના બાદ દાદી લીલુડી ઘોડી ગાવાનું શરૂ કરે છે. આ દરમિયાન તેમને સાથ આપવા માટે તેમના કાકી પણ સૂરમાં સૂર પુરાવે છે. કાકી આટલા તે લાડ તમને કોણે લગાડ્યા આ ગીત ગાવાનું શરૂ કરે છે ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ જાય છે. અને તેમની આંખોમાં આંસુ જોવા મળે છે.
પોપટભાઈ આહીર હાલમાં જ પાયલ નામની યુવતી સાથે લગ્નના સાત ફેરા ફર્યા હતા. તેમની પત્ની પાયલ પણ તેમને સમાજ સેવાના કાર્ય કરવામાં ખૂબ જ મદદ કરે છે. તેથી જ આ જોડી રામ સીતા સમાન લાગી રહી છે આ બંને લોકોની જોડી તેમના ચાહકોને પણ ખૂબ જ પસંદ આવી હતી તેથી જ તેમના લગ્નને લઈને અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. પોપટભાઈ તેમના લગ્ન ખૂબ જ સાદગી પૂર્વક કર્યા હતા. કારણકે તે તેમની કમાણી જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરે છે તેથી જ તેણે ખોટા ખર્ચા કરવાનું ટાળ્યું હતું. આ વિચાર પણ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.