ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે હોળીના રંગોમાં રંગાયા.. તસવીરો જોઈ તમારું દિલ પણ ખુશ થઈ જશે

સમગ્ર ભારતભરમાં ધૂળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કારણ કે ભારતીય પ્રજા વર્ષોથી ઉત્સવ લોકપ્રિય રહી છે અનેક લોકોએ ધુળેટી ના રંગો ની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

તેમાં પણ ગુજરાતના ઘણા કલાકારોએ પોતાના પરિવાર સાથે ખૂબ જ ધામધૂમથી ધુળેટીના તહેવારનો આનંદ માણ્યો હતો. આ તહેવારની વચ્ચે ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી ધુળેટી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

જેમા તેણે ધુળેટીના તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી હતી કિર્તીદાન ગઢવી પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. તેથી ઘણા કાર્યક્રમોમાં તેઓ પોતાના પરિવાર સાથે હાજરી આપે છે. હાલમાં તો કિર્તીદાન ગઢવી સોશિયલ મીડિયામાં પોતાના પરિવાર સાથે ધુળેટી ની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી કે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

કિર્તીદાન ગઢવી પોતાના પત્ની સોનલ ગઢવી તથા તેમના બંને દીકરાઓ સાથે હોળી રમ્યા હતા. તસવીરો માં જોઈ શકો છો કે કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે રંગબેરંગી કલરોથી હોળી રમ્યા હતા. આ તસ્વીરોમાં કિર્તીદાન ગઢવી કેસરી કલરના ટીશર્ટમાં જોવા મળે છે તથા તેમની પત્ની અને દીકરા સાથે તસવીરો ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

કિર્તીદાન ગઢવી થોડા સમય પહેલા જૂનાગઢના ભવનાથના મેળામાં યોજાયેલ ડાયરામાં હાજરી આપી હતી. તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેમના તમામ ચાહકોની હોળી ધુળેટી ની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *