પ્રી-વેડિંગ ફંકશન બાદ અંબાણી પરિવારએ કરાવ્યું આકર્ષક ફોટોશૂટ, આ તસવીરો તમારું દિલ જીતી લેશે

આજે દુનિયાના ચારે ખૂણે અંબાણી પરિવારના પ્રીવેડિંગ ના ફંક્શનની ચર્ચાઓ થઈ રહી છે સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ અંબાણી પરિવાર જ ફેલાયેલો જોવા મળે છે. જોકે અંબાણી પરિવાર એ 1000 કરોડનો ખર્ચ કરી આ શાનદાર પ્રિવેડિંગ ફંક્શન નો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. હાલમાં તો આ પ્રિવેડિંગ ફંક્શન પૂર્ણ થઈ ગયું છે પરંતુ તેની ચર્ચા નો દોર હજુ ચાલી રહ્યો છે. અંબાણી પરિવાર એ પ્રી વેડિંગ ફંક્શન બાદ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઇ તેનો આભાર વ્યક્ત કર્યો હતો.

અંબાણી પરિવાર હમેશા પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ભગવાનની ભક્તિને ક્યારેય ભૂલતા નથી. તે પોતાના દરેક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાનનો આભાર જરૂર માને છે. iplમાં મુંબઈ ઈન્ડિયન્સ વિજેતા થયાની સાથે જ નીતાબેન અંબાણી તથા તેનો સમગ્ર પરિવાર ipl ની ટ્રોફીની ભગવાનના ચરણોમાં સમર્પિત કરી તેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેથી જ આજે અંબાણી પરિવાર સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહી છે. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ બાદ અંબાણી પરિવાર એ પોતાના ફેમિલી સાથે એક ખૂબ જ સુંદર ફોટો કરાવ્યો છે.

તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં અંબાણી પરિવારના ચાહકો ખૂબ જ લાઈક અને કોમેન્ટ દ્વારા પ્રેમથી રહ્યા છે વાયરલ તસવીરોમાં જોવા મળી રહ્યો છે કે નીતા અંબાણી મુકેશ અંબાણી આકાશ અંબાણી તથા તેમની પત્ની શ્લોકા અંબાની આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ ફેમિલી ફોટોમાં જોવા મળી રહી છે તથા તેમની સાથે સાથે ઇશા અંબાણી અને આનંદ પણ જોવા મળી રહ્યા છે આ સાથે અંબાણી પરિવારના નાના ભૂલકાઓ પણ આ ફોટોશૂટની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

વાયરલ તસવીરોમાં વધારે એક સભ્ય જોવા મળી રહ્યો છે તે સભ્ય અંબાણી પરિવારનો પાલતુ કૂતરો છે. અંબાણી પરિવાર હંમેશા તેને પોતાના પરિવારનો સભ્ય માને છે અને પોતાના હૃદયમાં વિશિષ્ટ સ્થાન આપે છે આ વાયરલ તસવીરોમાં અંબાણી પરિવારના તમામ સભ્યોએ ખૂબ જ સુંદર અને આકર્ષક પોશાક પહેર્યો છે. તેની સાથે સાથે તમામ લોકોએ સ્માઈલી ફેસ સાથે સુંદર પોઝ પણ આપતા જોવા મળે છે.

અંબાણી પરિવાર પોતાના પરિવારની સાથે સાથે કર્મચારીઓને પણ એટલો જ પ્રેમ કરે છે. તેથી જ તેને પ્રિ વેડિંગ ફંક્શન બાદ પોતાની કંપનીના 25,000 કર્મચારીઓને ભવ્ય ભેટ આપી તેને આ ફંકશનમાં આમંત્રિત પણ કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ અંબાણી પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને તેના કર્મચારીઓ કહી રહ્યા હતા કે આ કંપની અમને માત્ર કર્મચારી જ નહીં પરંતુ પોતાના પરિવારનો એક હિસ્સો માને છે અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમે રિલાયન્સ જેવી કંપનીમાં કામ કરી રહ્યા છીએ.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *